એર ઈન્ડિયા બની ઉત્તરી ધ્રુવથી ઉડાન ભરનાર પહેલી ભારતીય એરલાઈન્સ

16 August, 2019 03:15 PM IST  |  નવી દિલ્હી

એર ઈન્ડિયા બની ઉત્તરી ધ્રુવથી ઉડાન ભરનાર પહેલી ભારતીય એરલાઈન્સ

એર ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ

એર ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસના મોકા પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એર ઈન્ડિયાના બોઈંગ 777 એરક્રાફ્ટે કાલે એટલે કે 15 ઑગસ્ટના દિવસે ઉત્તર ધ્રુવ ઉપરથી ઉડાન ભરી અને ઈતિહાસ રચી દીધો. આ ઉપલબ્ધિ સાથે જ એર ઈન્ડિયા ધ્રુવીય ક્ષેત્રથી કર્મશિયલ ફ્લાઈટ ઉડાવનારી પહેલી ભારતીય એરલાઈન બની ગઈ છે. એર ઈન્ડિયા માટે આ ઉપલબ્ધિ એક મોટા માઈલ સ્ટોન સમાન માનવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રસ્તો સાન ફ્રાન્સિસ્કો જતા સામાન્ય રસ્તાના મુકાબલે નાનું પરંતુ મહત્વપૂર્ણ છે. ભારતીય વિમાનન ક્ષેત્ર માટે પણ તે ઉપલબ્ધિ છે.

મળતી માહિતી અનુસાર, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ AI-173 સવારે ચાર વાગ્યે 243 મુસાફરો સાથે પાકિસ્તાન, અફગાનિસ્તાન, કઝાકિસ્તાન, રશિયાની ઉપરથી ઉડીને 12.27 વાગ્યે નૉર્થ પોલ પરથી પસાર થઈ. આ કીર્તિમાન સાથે એર ઈન્ડિયા અમેરિકા માટે ત્રણેય રૂટનો ઉપયોગ કરનારી વિશ્વની પહેલી એરલાઈન બની ગઈ છે. હાલ મધ્ય પૂર્વમાં માત્ર એતિહાદ એરલાઈન જ અમેરિકા જવા માટે ઉત્તરીય ધ્રુવના રસ્તાનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે વધુ ગુરૂત્વાકર્ષણ હોવાના કારણે હોકાયંત્ર પણ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં વિમાનમાં લાગેલા અત્યાધુનિક ઉપકરણ અને જીપીએસના ઉપલબ્ધ ડેટા જ પાયલોટને મળે છે. જેની મદદથી પાયલટ સાચા રસ્તાનો નિર્ણય કરે છે. એટલું જ નહીં ઉત્તરીય ધ્રુવ પર તાપમાન હંમેશા માઈનસમાં હોય છે. એટલે વિમાનનું એન્જિન જામવાનો પણ ખતરો રહે છે.

આ સિવાય વિકિરણનો પણ ખતરો બની રહી છે. વિશેષજ્ઞોનું માનીએ તો ઉત્તરીય ધ્રુવના ટુંકા રસ્તાથી સાન ફ્રાન્સિસ્કોની ઉડાનમાં અંતર અને સમયની સાથે ઈંધણની પણ બચત થશે. આ સાથે જ કાર્બનના ઉત્સર્જનમાં કમી આવશે. એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે ઉત્તરી ધ્રુવના રસ્તાથી કાર્બન ઉત્સર્જનમાં મોટા પ્રમાણમાં ઓછું થવાની સંભાવના છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

એર ઈન્ડિયાના વિમાને દિલ્હીથી કિર્ગિસ્તાન, કઝાખિસ્તાન, રશિયા  થઈને અટલાંટિક મહાસાગરને પાર કરીને કનાડા જતા અમેરિકામાં પ્રવેશ કર્યો. જ્યારે સામાન્ય રસ્તા દિલ્હીથી બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન અને જાપાન થઈને જાય છે અને વિમાનને પ્રશાંત મહાસાગર પાર કર્યા  બદ અમેરિકામાં પ્રવેશ મળે છે.  ઉત્તરીય ધ્રુવ ઉપરથી ઉડાન ભરવાનો પડકાર ડીજીસીએએ દેશની તમામ એરલાઈન્સ સામે રાખ્યો હતો. જેને એર ઈન્ડિયાએ સ્વીકારી,

air india business news