હવે અમદાવાદથી બેંગકોક મુસાફરી કરો માત્ર 5,699માં

11 May, 2019 04:14 PM IST  |  અમદાવાદ

હવે અમદાવાદથી બેંગકોક મુસાફરી કરો માત્ર 5,699માં

વિશ્વની જાણીતી લૉ કોસ્ટ એરલાઈન્સ એર એશિયાએ અમદાવાદના મુસાફરોને ભેટ આપી છે. એર એશિયાએ અમદાવાદથી બેંગકોકની મુસાફર માટે સસ્તા ભાડાની જાહેરાત કરી છે. હવે મુસાફરો બેંગકોક સુધી માત્ર 5,699 રૂપિયમાાં જ મુસાફરી કરી શક્શે.

એર એશિયાનું સેલ 13 મે, 2019નાં રોજ લાઇવ થશે. બેંગકોકની ફ્લાઇટ 31 મે, 2019થી શરૂ થશે, જેમાં મહેમાનો આ ઓફર અંતર્ગત 31 ઓક્ટોબર, 2019 સુધી ટિકિટ બુક કરાવી શકે છે. થાઇલેન્ડ સરકારે 31 ઓક્ટોબર, 2019 સુધી વિઝા ઓન એરાઇવલની સુવિધા લંબાવી છે. આ ઓફર શરૂ થવાની સાથે એરલાઇને એરએશિયા સાથે ઉડાન ભરવાની ફ્લાયર્સને વિનંતી કરી છે.

આ ઓફર એર એશિયા સાથે વધુ ફ્લાયર્સને પ્રવાસ કરવા પ્રોત્સાહન આપશે, જેઓ એરલાઇનનાં વિઝન “Now everyone can fly” (“હવે દરેક વ્યક્તિ વિમાનમાં પ્રવાસ કરી શકે છે”)ને પૂર્ણ કરી શકે છે. એરએશિયા ઇન્ડિયા અત્યારે દેશભરમાં 19 રસપ્રદ સ્થળો આવરી લેતાં 20 વિમાનોનો કાફલો ધરાવે છે.


એરએશિયા એશિયા પેસિફિકનાં તમામ 140થી વધારે સ્થળોનાં વિસ્તૃત નેટવર્ક પર સેવા આપતી વિશ્વની અગ્રણી ઓછો ખર્ચ ધરાવતી એરલાઇન છે. વર્ષ 2001માં કામગીરી શરૂ કરનાર એરએશિયાએ 500 મિલિયનથી વધારે મહેમાનોનું વહન કર્યું છે અને બે વિમાનમાંથી એનો કાફલો 200થી વધારે વિમાનનો થયો છે. એરલાઇનને ખરાં અર્થમાં આશિયાન (દક્ષિણ પૂર્વ એશિયાનું સંગઠન) એરલાઇન હોવાનો ગર્વ છે, જેની કામગીરી મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સ તેમજ ભારત અને જાપાન છે, જે એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને મધ્ય પૂર્વમાં નેટવર્કને સેવા આપે છે.

આ પણ વાંચોઃ હવે સસ્તી થશે પ્લેનની સફર, એર ઇન્ડિયા આપે છે 40 ટકાની છૂટ

એરએશિયાએ વાર્ષિક સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડમાં વર્ષ 2009થી 2018 સુધી સતત 10 વાર વિશ્વની બેસ્ટ લો-કોસ્ટ એરલાઇન તરીકે સ્થાન મળ્યું છે. એરએશિયાને 2018 વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડમાં સતત છ વાર વિશ્વની લો-કોસ્ટ એરલાઇનનો એવોર્ડ પણ મળ્યો છે, જ્યાં એણે વિશ્વની અગ્રણી લો-કોસ્ટ એરલાઇન કેબિન ક્રૂ એવોર્ડ સતત બીજી વાર મળ્યો છે.

business news news