ભારત અને ચીન પછી હવે અમેરિકામાં પણ ઈનવેસ્ટ કરશે OYO

20 June, 2019 04:19 PM IST  | 

ભારત અને ચીન પછી હવે અમેરિકામાં પણ ઈનવેસ્ટ કરશે OYO

રિતેશ અગ્રવાલે માત્ર 19 વર્ષે શરુ કરી હતી ઓયો કંપની

ભારતીય કંપની OYO ભારત અને ચીન પછી હવે અમેરિકામાં પણ પગ મૂકવા માટે તૈયાર છે. સૉફ્ટબેન્કના વિઝન ફંડ દ્વારા સમર્થિત ઓયો હોટેલ્સ અને હોમ્સને લાગે છે કે, ભારત અને ચીનમાં ટૂંક સમયમાં જ વિકાસ કર્યા પછી અમેરિકામાં પણ આ ટેક્નિક કામ કરશે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઓયોના મુખ્ય કાર્યકારી અધિકારી રિતેશ અગ્રવાલે એક ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરી હતી કે, ઓયો કંપની અમેરિકામાં 300 મિલિયન ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના કરી રહી છે.

 કંપની આ પૈસા ટેક્નોલોજીકલ, ડિઝાઈન અને ઓપરેટિંગ ટીમોના નિર્માણ અને પ્રોપર્ટીઝના રિનોવેશન માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓયોએ આ વર્ષે શરુઆતમાં અમેરિકાએ પહેલી હોટલ ખોલી હતી અને એક પછી એક હોટલમાં વધારો કરી રહી છે. ઓયો આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં તેના બિઝનેસને પાંચ ગણો કરવાનું વિચારી રહી છે. 

રિતેશ અગ્રવાલે કહ્યું હતું કે, અમે ગ્રાહકોને સારી કિમતે ક્વાલિટીવાળી પ્રોડક્ટ્સ મળી રહે તેની પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે, અમે ઝડપથી આગળ વધવા કરતા સારી રીતે અને ક્વાલિટી કામ કરવામાં માનીએ છીએ. એક દિવસમાં 5ની જગ્યાએ 3 જ હોટલ અમારી સાથે જોડાશે તેની કોઈ ચિંતા નથી.

આ પણ વાંચો: રાજકોટનો આ યુવાન મૃત્યુ પછી પણ આપી રહ્યો છે 8-8 લોકોને જીવનદાન

હાલ ઓયો 8,50,000 કરતા વધારે રુમો અને 23,000 જેટલી મિલકતોનું ધ્યાન રાખે છે. આ મિલકત માટે કંપનીનું સોફ્ટબેન્ક, સેકિયા કેપિટલ અને લાઈટસ્પીડ વેન્ચર્સ સાથે ટાઈઅપ છે. કંપનીના ફાઉન્ડર રિતેશ અગ્રવાલે 19 વર્ષની ઉમરે જ કંપનીની શરુઆત કરી હતી

business news gujarati mid-day