ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત વિરોધ છતાંય અદાણીની કોલ માઈનને મંજૂરી

13 June, 2019 09:31 PM IST  |  મુંબઈ

ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત વિરોધ છતાંય અદાણીની કોલ માઈનને મંજૂરી

આખરે ઓસ્ટ્રેલિયામાં અદાણીની કોલ માઈનને પર્યાવરણની મંજૂરી મળી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં કોલ માઈનના અદાણીના પ્રોજેક્ટ સામે લાંબા સમયતી સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધના કારણે કોલ માઈનને મંજૂરી મળવાની બાકી હતી. અદાણીને વિરોધના કારણે આ મંજૂરી મેળવતા મેળવતા 10 વર્ષનો સમય વીતી ગયો. પર્યાવરણની મંજૂરી મળી જતા હવે ્દાણી દ્વારા કોન્ટ્રેક્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ ઉપરાંત કોલ માઈનમાં કામ કરવા માટે વર્કર્સની પણ ભરતી કરવામાં આવશે.

કંપનીએ આપેલી માહિતી પ્રમાણે પ્રોજેક્ટ પર કામ કરનારા દરેકની સલામતી અને પર્યાવરણીય જરૂરિયાતોને આધીન બાંધકામ એ જ અદાણીની પ્રાધાન્યતા છે. અમે અમારી મેનેજમેન્ટ યોજનાઓ અને મળેલ મંજૂરીઓને અનુસરવા સંમત છીએ.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે,' આ મંજૂરીથી એક વાત સ્પષ્ટ છે કે આ યોજના ઓસ્ટ્રેલિયન અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી બધી શરતોનું પાલન કરે છે, જે સખત વૈજ્ઞાનિક તપાસ, સમીક્ષા અને મંજૂરીઓની લગભગ બે વર્ષની કડક પ્રક્રિયા પસાર કર્યા બાદ મંજૂર કરાઈ છે. આ મંજૂરીમાં ઓસ્ટ્રેલિયાની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ CSIRO અને જીઓસાયન્સ ઑસ્ટ્રેલિયા દ્વારા કરેલ સંબંધિત સમીક્ષાઓ સમાવેશ થાય છે.

તો અદાણી માઈનીંગના CEO લુકાસ ડોવનું કહેવું છે,'ક્વીન્સલેન્ડ ગવર્મેન્ટના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગ દ્વારા અદાણી માઇનિંગને મંજૂરી મળી છે અને ગ્રાઉન્ડવોટર ડેપેન્ડન્ટ ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ પ્લાન (જીડીઇએમપી)ને અંતિમ સ્વરૂપ આપી તેને મંજૂર કરવામાં આવ્યું છે. અમે કાર્માઈકલ ખાણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં અદાણીનો ભારે વિરોધ, STOP ADANI મૂવમેન્ટ ટ્રેન્ડિંગ

કંપનીએ મીડિયાને માહિતી આપતા કહ્યું, બાંધકામના પ્રકિયા આગામી સપ્તાહોમાં સતત વધતી રેહશે. પ્રોજેક્ટ રેમ્પ અપ અને બાંધકામ દરમિયાન 1,500 ડીરેક્ટ અને 6,750 પરોક્ષ રીતે રોજગારી આપશે, જેમાં રોકહેમ્પ્ટન અને ટાઉન્સવિલે વિસ્તાર રોજગારી માટે પ્રાથમિક કેન્દ્ર રેહશે. વ્હિટ્સન્ડે, આઇસેક, સેન્ટ્રલ હાઇલેન્ડઝ, મેંકેય, ચાર્ટર્સ ટાવર્સ અને ગ્લેડસ્ટોન પ્રદેશોના લોકોને પણ રોજગારીની તકોથી લાભ થશે.

gujarat news business news australia