આવતી કાલથી બદલાઇ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

30 September, 2019 02:54 PM IST  |  મુંબઈ ડેસ્ક

આવતી કાલથી બદલાઇ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

પ્રતીકાત્મક તસવીર

1 ઑક્ટોબર એટલે કે મંગળવારથી દેશમાં કેટલાક નિયમો બદલાઈ જવાના છે. નવા નિયમો આવવાથી દેશની અર્થવ્યવસ્થાની સાથે સાથે તમારા ખિસ્સા પર પણ સીધો પ્રભાવ પડશે. કેટલાક ક્ષેત્રોમાં રાહત મળશે તો કેટલાક નિયમોને કારણે સામાન્ય માનવીના ખિસ્સા પર બોજો વધી જશે. તો આવો જાણી આ નિયમો વિશે...

પેટ્રોલ-ડીઝલ પર નહીં મળે કૅશબૅક
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર હવે તમને કૅશબૅક નહી મળે. પહેલી ઑક્ટોબરથી બંધ થઈ રહી છે આ સુવિધા વિશે એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા માહિતી પૂરી પાડી છે.

SBIના આ ફેરફારને કારણે તમને થશે આ લાભ
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 1 ઑક્ટોબરથી નિર્ધારિત મન્થલી એવરેજ બેલેન્સ જાળવી ન રાખતાં જે દંડ હતો તેમાં 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી તમારા બેલેન્સ પર સીધે સીધી અસર એ પડશે કે તમને દંડ ઓછો લાગતા તમારા પૈસામાં થોડી બચત થઈ શકશે. જો તમે મેટ્રો સિટીમાં રહો છો અને એસબીઆઇના ખાતાધારક છો તો તમારા ખાતામાં 1 ઑક્ટોબરથી મન્થલી એવરેજ બેલેન્સની સીમા ત્રણ હજાર રૂપિયા જાળવી રાખવાના રહેશે. શહેરની વિસ્તારની એસબીઆઇ બેન્ક શાખાઓમાં આ બધાં જ નિયમો લાગૂ પાડવામાં આવશે.

બદલાઈ જશે ડ્રાઇવિંગ લાઇસેન્સ અને આરસી
દેશમાં પહેલી સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ પાડવામાં આવેલ છે. ત્યાર બાદ ટ્રાફિકના નિયમોમાં પણ ફેરફાર થયા હતા. પણ હવે તમારું ડ્રાઇવિંગ લાઇસેન્સ પણ બદલાવાનું છે. સરકાર ડ્રાઇવિંગ લાઇસેન્સ અને આરસી સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે. આ નિયમ 1 ઑક્ટોબર, 2019થી લાગૂ પાડવામાં આવશે. આ નિયમો લાગૂ પાડ્યા પછી બધા લોકોને પોતાના ડ્રાઇવિંગ લાઇસેન્સ બદલાવવા પડશે. નવા નિયમો પ્રમાણે ડ્રાઇનિંગ લાઇસેન્સ અને આરસી પંજીકરણ પ્રમાણ-પત્ર એક જ કલરના થઈ જશે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાઇસેન્સ ઇને આરસીમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ પણ હશે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

કામ કરતાં લોકોના હિતમાં મોટો નિર્ણય બદલાઇ જશે પેન્શન પૉલિસી
કેન્દ્ર સરકાર 1 ઑક્ટોબરથી કર્મચારીઓની પેન્શન પૉલિસીમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ જો કોઇ કર્મચારીની નોકરીના સાત વર્ષ પૂરા થયા પછી મૃત્યુ થઈ જાય છે તો તેના આશ્રિતોને વધેલી પેન્શનનો લાભ મળશે. અત્યાર સુધી આવી પરિસ્થિતિમાં છેલ્લા વેતનના 50 ટકા પ્રમાણે જ પેન્શન મળતી હતી. નવા નિયમો લાગૂ પાડવા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. સરકારના આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય માનવામાં આવે છે.

business news income tax department