GDPગ્રોથમાં મંદી ચિંતાની વાત નથી,આની અસર ભવિષ્યમાં દેખાશે:પ્રણબ મુખર્જી

13 December, 2019 02:34 PM IST  |  Mumbai Desk

GDPગ્રોથમાં મંદી ચિંતાની વાત નથી,આની અસર ભવિષ્યમાં દેખાશે:પ્રણબ મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ કહ્યું કે (GDP)માં ધીમી ગતિને લઈને ચિંતાની કોઇ વાત નથી. જે કંઇ પણ થઈ રહ્યું છે, તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર આગળ દેખાશે. તેમણે કહ્યું કે આજે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોને પૂંજીની જરૂર છે અને આમાં કંઇ પણ ખોટું નથી. મુખર્જીએ કોલકાતામાં ભારતીય સંખ્યાની સંસ્થાનના પ્લેટિમ જુબલી પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આ વાતો કહી. તેમણે કહ્યું કે 2008માં આર્થિક સંકટ દરમિયાન બેન્કોએ મજબૂતી બતાવી હતી. તે સમયે તેઓ નાણાંમત્રી હતા. ત્યારે કોઇપણ સાર્વજનિક ક્ષેત્રના બેન્કે પૈસા માટે તેમને સંપર્ક કર્યો ન હતો.

પૂર્વ રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે લોકતંત્રમાં સંવાદ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ આંકડાઓની પ્રમાણિકતાને તથ્ય તરીકે જાળવી રાખવું પણ જરૂરી છે. તેની સાથે છેડછાડ કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારેક તે સમાચારપત્રોમાં વાંચતા હોય છે કે ડેટા પર સવાલ ઉઠાવવામાં આવે છે, તો તેમને દુઃખ થાય છે. યોજના આયોગે દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખુશી એ છે કે કેટલાક કાર્યો હજી પણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

કાર્યક્રમમાં બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે પ્રણબ મુખર્જી દેશના એક વાસ્તવિક રાજનેતા છે, જેમણે દેશના સંસદીય પ્રશાસનને મજબૂત કરવા તેમજ ભારતના આર્થિક સુધારામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. વિશ્વના સૌથી મોટા પ્રજાતંત્રમાં તે એક સફળ નાણાં મંત્રી તરીકે સક્રિય રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

pranab mukherjee business news