યાત્રી વાહનોના વેચાણમાં જુલાઈ મહિનામાં 11 ટકાનો ઘટાડો

19 August, 2019 04:09 PM IST  | 

યાત્રી વાહનોના વેચાણમાં જુલાઈ મહિનામાં 11 ટકાનો ઘટાડો

યાત્રી વાહનોના રિટેલ સેલમાં જુલાઈ મહિનામાં 11 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં થયેલા વેચાણ કરતા આ વર્ષે જુલાઈમાં થયેલા વેચાણમાં 11 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2018માં જુલાઈ મહિનામાં 2,43,183 યાત્રી વાહનોનું રિટેલ વેચાણ થયું હતું. ઓટોમોબાઈલ ડિલર્સની સંસ્થા FADAએ સોમવારે આંકડા જાહેર કર્યાં હતા. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોશિએશન અનુસાર જુલાઈ 2,74,772 યાત્રી વાહનો વેચાયા હતા.

જુલાઈમાં ટૂ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષની આશાએ 5 ટકાને લઈને ઘટાડો થયો છે. આ વખતે જુલાઈમાં 13,32,384 વાહનોનું વેચાણ થયું હતુ જ્યારે ગયા વર્ષે જુલાઈમાં 14,03,382 ટૂ-વ્હીલર વાહનો વેચાયા હતા. ઓટોમોબાઈલ સેક્ટરમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહી છે. વ્યવસાયિક વાહનોના વેચાણમાં 14 ટકાનો ઘટાડો થયો. આ જુલાઈ 23,118 વ્યવસાયિક વાહનોનું વેચાણ થયું હતુ જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં 26,815 વાહનો વેચાયા હતા.

આ પણ વાંચો: જો ઈમરજન્સીમાં પૈસા જોઈએ છે, તો આ વિકલ્પથી મળે રોકડા

થ્રી વ્હિલર વાહનોના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગત જુલાઈની સરખામણીએ આ જુલાઈમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ 2018માં 55,850 થ્રી-વ્હલર વાહનો વેચાયા જ્યારે જુલાઈ 2019માં 54,250 થ્રી-વ્હિલર વાહોનોનું વેચાણ થયું હતું. જુલાઈ 2018માં કુલ 17,59,219 વાહનો વેચાયા હતા જ્યારે જુલાઈ 2019મા 16,54,535 વાહનો વેચાયા છે.

business news gujarati mid-day