Reliance Capitalએ 1,450 કરોડમાં વેચ્યો RNAMનો 10.75 ટકા હિસ્સો

17 June, 2019 03:16 PM IST  |  મુંબઈ

Reliance Capitalએ 1,450 કરોડમાં વેચ્યો RNAMનો 10.75 ટકા હિસ્સો

રિલાયન્સ કેપિટલે રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ લિમિટેડનો 10.75 ટકા હિસ્સો વેચી દીધો છે. કંપનીએ RNAMનો 10.75 ટકા હિસ્સો 1,450 કરોડમાં વેચ્યો છે. રિલાયન્સ કેપિટલે સોમવારે આ સોદા અંગેની માહિતી આપી છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે બે સફળ ડીલમાં રિલાયન્સ કેપિટેલે RNAMમાંનો પોતાનો 10.75 ટકા હિસ્સો વેચી દીધો છે. રિલાયન્સ કેપિટલે 1,450 કરોડ રૂપિયાથી વધુમાં આ સોદો કર્યો છે. હાલ RNAMમાં લઘુત્તમ જાહેર ભાગીદારી 25 ટકા છે.

ઉલ્લેખનીય છે કે RNAMની ભાગીદારીનું વિમુદ્રીકરણ 6 હજાર કરોડ રૂપિયા છે, જેને વેચવા માટે અને જાપાનની નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની સાથે લેવડ દેવડ બાદ જાહેર કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ રિલાયન્સ કેપિટલનું દેવું ચૂકવવા માટે કરશે.

આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે રાખવી પડતી કાળજી કે ખબરદારી

આ રીતે રિલાયન્સ કેપિટલને ઉપરોક્ત રીતે દેવાની ચૂકવણી કરીને દવામાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પોતાની લોનના ઓછામાં ઓછા 12 હજાર કરોડ અથવા 70 ટકા સુધી ઓછું થવાની આશા છે.

business news reliance