Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે રાખવી પડતી કાળજી કે ખબરદારી

સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે રાખવી પડતી કાળજી કે ખબરદારી

17 June, 2019 12:22 PM IST | મુંબઈ
ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા

સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે રાખવી પડતી કાળજી કે ખબરદારી

રોકાણ

રોકાણ


સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરતી વખતે જો થોડી કાળજી લેવામાં આવે અને સમજીવિચારીને રોકાણ કરાય તો એ રોકાણ ઊગી નીકળે છે અને ફાયદો થાય છે. સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરતાં પહેલાં તેનું મૂલ્યાંકન કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી, એ માટે કયાં ફિલ્ટર્સ વાપરવાં એ આપણે જોયું.

હવે બિઝનેસ કરવા માટે વર્લ્ડ માર્કેટ ખૂલી છે એથી એ પ્રમાણે વિચારીને રોકાણનો નિર્ણય લેવો પડતો હોય છે. એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા હવે આપણને એ બાબતે વધુ માહિતી આપતાં કહે છે કે કોઈ પણ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરતાં પહેલાં કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે.



કૉમ્પિટિશન ઑન્ટ્રપ્રનર

આ પ્રોડક્ટ કે સર્વિસિસ સાથે બીજા કેટલા પ્રતિસ્પર્ધી માર્કેટમાં છે? જો એ અહીંની માર્કેટમાં ઑપરેટ નથી કરતા તો કઈ માર્કેટમાં કરે છે? વિશ્વના કયા દેશમાં તે ઍક્ટિવ છે? તેમના ગ્રાહકો કોણ છે? ગ્રાહકો તેમને કેવો રિસ્પૉન્સ આપી રહ્યા છે? તેમણે કેટલું રોકાણ કર્યું છે? તેમને કેટલી આવક થઈ રહી છે? કેટલા ઑર્ડર્સ મળી રહ્યા છે? આપણે તેની સાથે અહીંના સ્ટાર્ટ અપ્સ ઑન્ટ્રપ્રનરના આઇડિયા, પ્રોડક્ટ કે સર્વિસ આપવા માગે છે એની સરખામણી કરવી પડે છે.
જો કોઈ ઑન્ટ્રપ્રનર કહે કે તેણે કોઈ જ સ્પર્ધાનો સામનો કરવાનો નથી તો ચેતતા રહેજો, કારણ કે હાલના સમયમાં એ અથવા એના જેવું જ પ્રોડક્ટ કે સર્વિસ અન્ય કોઈ બીજી કંપની બીજી રીતે પણ પૂરી પાડતી હોઈ શકે. આ સરખામણી કરવા પાછળનો હેતુ એ છે કે તમે તેનું કઈ રીતે ઑટોમેશન કરી શકો છો કે પછી કઈ રીતે તે પ્રોડક્ટ કે સર્વિસને બહેતર બનાવી તમારા ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો એ જોવાનું છે. એથી સ્પર્ધા તો રહેવાની જ, પછી એ સામાન્ય મૅન્યુઅલ બિઝનેસની પણ હોય અથવા ઑનલાઇન બિઝનેસની પણ હોઈ શકે.


આઇડિયામાં દમ છે ખરો?

મુખ્ય વસ્તુ એ સમજવાની છે કે એ આઇડિયા એટલો ક્લિક થઈ શકે એમ છે કે લોકો તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી એ ખરીદે? કે પછી અન્ય પ્રતિસ્પર્ધીઓ કરતાં તમારી બહેતર પ્રોડક્ટ કે સર્વિસ ઊંચા ભાવે ખરીદવાની પણ તૈયારી દર્શાવે? શું એ આઇડિયા ગ્રાહકની સમસ્યાનો ઉકેલ લાવશે? જે રીતે પેઇન કિલર દવા દર્દનો નાશ કરે છે એ રીતે આ આઇડિયા તેમની સમસ્યાનો નાશ કરશે? અથવા તેને વિટામિનની જેમ સબળ બનવામાં મદદરૂપ થશે?


હાલ પેઇન કિલર બહુ જ ચર્ચામાં છે, કારણ કે એ સમસ્યા મુશ્કેલીનો ઉકેલ, સૉલ્યુશન લાવે છે એથી તેનો ધંધો પણ બહુ ઝડપથી વધે છે. જ્યારે વિટામિનના વેચાણમાં તમારે ગ્રાહકની માનસિકતા બદલવી પડે છે. તેને તેમાં વિશ્વાસ રાખતો કરવો પડે છે, વિટામિનના વપરાશથી તેનું જીવન બહેતર થશે એમ સમજાવવું પડે છે, તેની આદત પાડવી પડે છે. એથી એવી પ્રોડક્ટ કે સર્વિસ આપતી કંપનીને આગળ વધવામાં વધુ સમય લાગે છે, અને એથી તેમાં રોકાણ પણ બહુ કરવું પડે છે. બધાં જ બિઝનેસ રોકાણ કરવા જેવાં નથી પણ હોતાં. તમારે એ નક્કી કરવાનું હોય છે એમાંથી કયા બિઝનેસ પેઇન કિલર તરીકે અને કયા બિઝનેસ વિટામિન તરીકે આગળ વધશે. પેઇન કિલરનો બિઝનેસ બહુ ઝડપથી વધે છે. એને અનેક ગણો થતાં વાર નથી લાગતી. ધારી ન શકાય એવી સફળતાને એ વરે છે, જ્યારે લાઇફસ્ટાઇલ બિઝનેસને જામતાં વાર લાગે છે.

કામની વહેંચણી કરતી ટીમ

દરેક સ્ટાર્ટ અપ્સમાં એક કરતાં વધુ કામગીરી બજાવવાની હોય છે. એથી જો કામની વહેંચણી થઈ જાય અને એ કામ કરવા માટે જો કુશળ ટીમ હોય તો એ સોને પે સુહાગા જેવું કહી શકાય. એવી કંપનીઓ ઝડપી પ્રગતિ કરે છે, જ્યારે કોઈ સ્ટાર્ટ અપ્સમાં એક જ વ્યકિત બધું સંભાળતી હોય તો તેનાથી હંમેશાં ચેતવું, એમાં રોકાણ કરવાનું બને ત્યાં સુધી ટાળવું.

એક્સપર્ટ્સની ટીમમાં સમાવેશ

દરેક વ્યકિતને દરેક બાબતનું નૉલેજ હોય એ જરૂરી નથી, એથી વિવિધ કામ પાર પાડવા માટે, સમસ્યાના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઈને ટીમ બનાવાય તો એ સમજદારી કહેવાશે. ફાઇનૅન્સની બાબતો જે આસાનીથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સમજી શકે એ રીતે કોઈ ડૉક્ટર એ બાબત ન સમજી શકે. એથી જે તે કામ માટે જો એક્સપર્ટની મદદ લેવાય તો તેમાં પણ સફળતાની શક્યતાઓ વધી જતી હોય છે. આમ રાઇટ પર્સન ફૉર પર્ટિક્યુલર વર્કની ફૉર્મ્યુલાને અમલમાં લાવવી પડે છે.

આ પણ વાંચો : ઓછાથી કેવી રીતે ચલાવી લેવું એ શીખવું દરેક માણસ માટે જરૂરી હોય છે

એથી એવા ઑન્ટ્રપ્રનરના સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવું જેને એ ધંધાની જાણ હોય, સાથે એ નવો આઇડિયા સફળ બનાવવા રિસ્ક પણ લીધું હોય. એટલું જ નહીં એ આઇડિયાના જોર પર એ કમાણી નહીં, પણ સંપત્તિનું સર્જન કરવા માગતા હોય. જે ઑન્ટ્રપ્રનર તેમના એ આઇડિયાને સાકાર કરવા સખત મહેનત અને ધગશથી અલગ ચીલો ચાતરી પોતાની કેડી કંડારવા માગતા હોય તેમને સફળતા મળવાના ચાન્સીસ પણ એટલા જ વધુ હોય છે, પણ એ વાતનું ધ્યાન રહે કે આપણે એમના એ આઇડિયામાં સ્ટાર્ટ અપ્સમાં રોકાણકાર તરીકે જ ઇન્વેસ્ટ કરવાનું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 12:22 PM IST | મુંબઈ | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK