RBI એ સતત પાંચવાર રેપો રેટ ઘટાડ્યા બાદ આજે કોઇ ફેરફાર ન કર્યો

05 December, 2019 04:26 PM IST  |  Mumbai

RBI એ સતત પાંચવાર રેપો રેટ ઘટાડ્યા બાદ આજે કોઇ ફેરફાર ન કર્યો

RBI

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) એ આ વખતે લોકોને નિરાશ કર્યા હતા. RBI એ  રેપો રેટમાં કોઇ જ ફેરફાર કર્યો ન હતો. સતત પાંચ વખત રેપો રેટ ઘટાડ્યા બાદ આ વખતે રેપો રેટમાં કોઇ જ ફેરફાર કર્યો નહી. અર્થશાસ્ત્રીઓની ધારણા પ્રમાણે 0.25 ટકા ઘટાડાની આશા હતી. RBI એ ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 5 ટકા કર્યું છે. અગાઉનું અનુમાન 6.1 ટકા હતું. બીજા છમાસિક(ઓક્ટોબર-માર્ચ)માં રિટેલ મોંઘવારી દરનું અનુમાન ઘટાડીને 4.7-5.1 ટકા કર્યું છે. ગત વર્ષે 3.5 ટકાથી 3.7 ટકાનું અનુમાન હતું.


GDP ગ્રોથ 6 વર્ષમાં સૌથી ઓછો, આ કારણે આરબીઆઈ રેટ ઘટાડી શકે છે
આર્થિક વિકાસ દરની ગતિ વધારવા માટે આરબીઆઈ મૌદ્રિક નીતી સમિતિ(MPC) રેપો રેટમાં વધુ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ માત્ર 4.5 ટકા રહ્યો. તે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કોને લોન આપે છે. આ દરમાં ઘટાડાથી બેન્કોને સસ્તી લોન મળશે તો તેમની પર ગ્રાહકોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાનું દબાણ વધશે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યા બાદ બેન્કોએ એટલો ફાયદો ગ્રાહકોને આપ્યો નથી. આ કારણે કેન્દ્રીય બેન્કોએ ઓક્ટોબરથી વ્યાજ દરોને રેપો રેટ જેવા બાહરના બેન્ચમાર્ક સાથે જોડવાનું અનિવાર્ય કર્યું હતું. એસબીઆઈ સહિતની અગ્રણી બેન્કોએ વ્યાજ દરોને રેપો રેટ સાથે લિન્ક કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

business news reserve bank of india