હવે સ્ટૉક માર્કેટના બદલે એશિયન બૉન્ડમાં ‘કૅરી ટ્રેડ’નું આકર્ષણ

13 July, 2019 02:27 PM IST  |  મુંબઈ

હવે સ્ટૉક માર્કેટના બદલે એશિયન બૉન્ડમાં ‘કૅરી ટ્રેડ’નું આકર્ષણ

મોટાભાગના વિકસિત અર્થતંત્ર – અમેરિકા, જપાન, જર્મની, યુરોપિયન સંઘના અન્ય દેશોમાં અત્યારે વ્યાજના દર એકદમ નીચા કે નેગેટીવ છે. આ સ્થિતિનો લાભ લઈ રોકાણકારો વધારે આકર્ષક એવા એશિયન દેશોના બૉન્ડ બજારમાં કૅરી ટ્રેડ કરવા માટે આકર્ષાયા છે.

અમેરિકન સરકારના બૉન્ડ કરતાં એશિયન માર્કેટમાં બૉન્ડના યિલ્ડ ઊંચા છે અને અહીંની સેન્ટ્રલ બૅન્કસ વ્યાજદર ઘટાડવા માટેના સંકેત આપી ચૂકી છે. આ સ્થિતિમાં નેગેટીવ વ્યાજની સરખામણીએ ઊંચા વ્યાજનો લાભ લેવા રોકાણકારો ભારત, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં રોકાણ કરી રહ્યા છે. નીચા વ્યાજદરે પૈસા ઉધાર લઈ તેનું રોકાણ ઊંચું વ્યાજ આપતા બૉન્ડ કે અન્ય અસ્ક્યામતમાં કરવાની પ્રવૃત્તિને ‘કૅરી ટ્રેડ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકારના ૧૦ વર્ષના બૉન્ડ ઉપરનું યિલ્ડ, અમેરિકન યિલ્ડ કરતાં ૪.૫ ટકા વધારે છે. ઇન્ડોનેશિયામાં આ તફાવત ૫.૨ ટકાનો છે. વિશ્વના અનેક બૉન્ડ માર્કેટમાં યિલ્ડ જ્યારે નેગેટીવ છે (એટલે કે પૈસા આજે રોકો તો પાકતી મુદ્દતે, મુદ્દલ કરતાં ઓછી રકમ મળે) ત્યારે એશિયાના બજારમાં આર્થિક વિકાસ છે, બૅન્કો વ્યાજદર ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે તેથી રોકાણ વધી રહ્યું છે. બીજી તરફ, ભારત જેવા દેશની મજબૂત આર્થિક સ્થિતિ અને પ્રમાણમાં મજબૂત ચલણના કારણે પણ રોકાણકારો ફાયદો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

વર્ષ ૨૦૦૪થી ૨૦૦૮ દરમ્યાન અમેરિકામાં વ્યાજનો દર ઘટી રહ્યો હતો અને આર્થિક મંદી આવી હતી ત્યારે રોકાણકારો અમેરિકામાં પૈસા ઊભા કરી તેનું રોકાણ ભારત જેવા આકર્ષક શૅરબજારમાં કરી રહ્યા હતા.

business news