જીઓ બની દેશની સૈથી મોટી બીજા નંબરની કંપની, વોડાફોન-આઈડિયા પહેલા નંબરે

20 July, 2019 08:58 PM IST  | 

જીઓ બની દેશની સૈથી મોટી બીજા નંબરની કંપની, વોડાફોન-આઈડિયા પહેલા નંબરે

જીઓ બની દેશની સૈથી મોટી બીજા નંબરની કંપની

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની જિઓએ ટેલિકોમ ક્ષેત્રે લાંબી છલાંગ લગાવી છે. જિઓ કસ્ટમરની સંખ્યા મામલે ભારતી એરટેલને પણ પાછળ પાડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. વોડાફોન-આઈડિયાના મર્જર પછી તેઓ પહેલા સ્થાને છે જો કે આ સિદ્ધિ સાથે તે દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના આંકડા પ્રમાણે મે મહિનામાં જિઓના ગ્રાહકોની સંખ્યા 32.29 કરોડ અને શેર હોલ્ડિંગ 27.80 ટકા સુધી પહોંચી ગયું છે.

TRAIએ જાહેર કરેલા નવા આંકડા અનુસાર વોડાફોન-આઈડિયાના કુલ 39.75 કરોડ કસ્ટમર છે અને માર્કેટમાં 33.36 ટકા શેર હોલ્ડિંગ છે. ગયા વર્ષે આઈડિયા અને વોડાફોન બંને કંપનીનું મર્જર થયું હતું. સુનિલ મિત્તલની ભારતી એરટેલ કંપનીના 32.03 કરોડ ગ્રાહકો અને 27.58 ટકા શેર હોલ્ડિંગ છે. આ આંકડા સાથે તે દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

આ પણ વાંચો: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં છેલ્લા 11 વર્ષમાં વધારો નહી !

જિઓમાં મે મહિનામાં 81.80 લાખ ગ્રાહકો નવા જોડાયા હતા. આ દરમિયાન વોડાફોન-આઈડિયા 56.97 લાખ અને એરટેલના 15.08 લાખ ગ્રાહકો ઓછા થયા. એપ્રિલ મહિનામાં વોડાફોન-આઈડિયા કંપની પ્રથમ સ્થાન પર જ હતી, પણ ત્યારે એરટેલ બીજા સ્થાન પર અને જિઓ ત્રીજા સ્થાન પર હતી. મે મહિનાના આંકડા પ્રમાણે એરટેલ અને જિઓનું સ્થાન બદલાઈ ગયું છે. જિઓએ એરટેલને પાછળ મુકી છે અને બીજા સ્થાને પહોંચી ગઈ છે.

mukesh ambani gujarati mid-day