નિવૃત્તિ બાદ બચત માટે આ છે 4 બેસ્ટ સ્કીમ, મળશે જબરજસ્ત ફાયદો

05 June, 2019 04:30 PM IST  |  મુંબઈ

નિવૃત્તિ બાદ બચત માટે આ છે 4 બેસ્ટ સ્કીમ, મળશે જબરજસ્ત ફાયદો

સામાન્ય રીતે યુવાનો 25 વર્ષની ઉંમરે કમાવાની શરૂઆત કરે છે અને નિવૃત્તિ સુધી કમાય છે. નિવૃત્તિ માટે બચત કરવી એ લાંબી પ્રોસેસ છે. જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્તિનું પ્લાનિંગ કરવા અંગે વિચારે છે, તો તે રોકાણની એવી સ્કીમ જુએ છે, જે સુરક્ષિત હોય, વધુ વ્યાજ આપતી હોય. સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પ્રધાનમંત્રી વય વંદન યોજના, નેશનલ પેન્શન સિ્સટ, એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડ વગેરે સ્કીમો નિવૃત્તિ માટે બેસ્ટ છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)

વરિષ્ઠ નાગરિકોને રોકાણ માટે આ એક સારી યોજના છે. આ યોજના પર હાલના સમયમાં 8.7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે, જેને 3 વર્ષ સુધી વધારી શકાય છે. આ સ્કીમમાં તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરી શકે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)

આ સ્કીમમાં વધારાની 15 લાખ રૂપિયા જમા કરી શકાય છે. PMVVYને ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. આ પોલિસીની ટર્મ 10 લાખની હોય છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું પેન્શન પ્રતિ માસ 1000 રૂપિયા મળે છે. અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળે છે. આ પોલિસીને ત્રણ વર્ષ પૂરા થયા બાદ તેના પર લોન પણ લઈ શકાય છે. આ લોન કુલ અમાઉન્ટના 75 ટકા સુધી મળી શકે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)

NPS અકાઉન્ટ બે પ્રકારના હોય છે. NPS ટિયર 1 અકાઉન્ટ લોક ઈન પીરિયડ ધરાવે છે, સામે NPS ટિયર 2 અકાઉન્ટ ઓપ્શનલ લોક ઈન પીરિયડ ધરાવે છે. આ સેવિંગ સ્કીમમાં સભ્યો 2 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ માટે સેક્શન 80 CCD (1) અને 80 CCD (1B) અંતર્ગત ક્લેમ કરી શકે છે. તેના પર મળનારું વ્યાજ માર્કેટ લિંક્ડ હોય છે.

આ પણ વાંચોઃ જાણો કેમ મીડિયાની સામે નથી આવતા અનિલ અંબાણીના પુત્ર

એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંટ (EPF)

20થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાએ કર્મચારીઓની સેલરીમાં 12.5 ટકા રકમ PFમાં જમા કરાવવી પડે છે. અને એટલું જ યોગદાન એમ્પલોયરે પણ આપવાનું હોય છે. આ અમાઉન્ટ નિવૃત્તિ સમયે કામ આવે છે. જો તમે 1 મહિનો બેરોજગાર હો, તો તેમાંથી 75 ટકા અમાઉન્ટ ઉપાડી શકાય છે અને 2 મહિનો બેરોજગાર રહો તો બાકીના 25 ટકા પણ ઉપાડી શકાય છે. નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર 8.65 ટકા પ્રતિ વર્ષ વ્યાજ મળી રહ્યું છે.

business news