જાણો કેમ મીડિયાની સામે નથી આવતા અનિલ અંબાણીના પુત્ર

Updated: Jun 05, 2019, 16:44 IST

અનિલ અંબાણીને આપણે બધા ઓળખીયે છીએ પરંતુ તેમના પુત્રોને ઘણા ઓછા લોકો ઓળખે છે. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિશે વાત કરીએ તો જય અનમોલને મીડિયા સામે આવવું પસંદ નથી

અનિલ અંબાણી સાથે જય અનમોલ અંબાણી
અનિલ અંબાણી સાથે જય અનમોલ અંબાણી

દેશના ધનિક બિઝેનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ હાલમાં જ 60 વર્ષ પૂરા કર્યા છે. અનિલ અંબાણીએ 1991માં એક્ટ્રેસ ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 પુત્રો છે જેમના નામ છે અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી. અનિલ અંબાણીને આપણે બધા ઓળખીયે છીએ પરંતુ તેમના પુત્રોને ઘણા ઓછા લોકો ઓળખે છે. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિશે વાત કરીએ તો જય અનમોલને મીડિયા સામે આવવું પસંદ નથી અને આ જ કારણ છે કે તેમને ઘણા ઓછા લોકો ઓળખે છે.

અનિલ અંબાણી મીડિયા ફ્રેન્ડલી નથી

જય અનમોલ અંબાણી સામાન્ય લાઈફ જીવવાનું પસંદ કરે છે અને તેમનો વધારે સમય પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. અનિલ અંબાણી પણ મીડિયા ફ્રેન્ડલી નથી. જ્યારે મુકેશ અંબાણી મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. મુકેશ અંબાણીના ત્રણેય બાળકો ઈશા, અનંત અને આકાશ અંબાણી હમેશા લાઈમલાઈટમાં રહેતા હોય છે. જ્યારે અનિલ અંબાણીના બન્ને પુત્રો લાઈમલાઈટથી દૂર રહેતા હોય છે. જય અનમોલની સ્કૂલિંગની શરૂઆત જૉન કૉનન સ્કૂલથી કર્યું છે અને ત્યાર બાદ આગળના સ્ટડીઝ માટે યૂકે જતા રહ્યા હતા.

આ પણ વાંચો: મેટરનિટી લીવની જેમ પુરુષોને મળશે પિતૃત્વની રજા, ઝોમેટોએ કરી શરૂઆત

અનમોલે પોતાના પિતાની કંપનીમાં જ 2 મહિનાની ઇન્ટર્નશિપ કરી હતી

18 વર્ષની ઉમરે અનમોલે સ્ટૉક માર્કેટમાં ઈનવેસ્ટ કરવાનું શરુ કર્યું હતું. સ્ટડીઝ પૂરૂ કર્યા પછી અનમોલે રિલાયન્સ મ્યૂચલ ફંડમાં 2 મહિના માટે ઈન્ટર્નશિપ કરી હતી. જય અનમોલ અંબાણીએ પિતા અનિલ અંબાણી પાસેથી બિઝનેસની ટ્રેનિંગ લીધી છે. અનમોલ વર્કોહોલિક છે અને તેમનુ કામ પૂરી રીતે કરવામાં માને છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK