જિઓના યુઝર્સ વર્લ્ડ કપની દરેક મૅચનું જીવંત પ્રસારણ નિ:શુલ્ક જોઈ શકશે

06 June, 2019 11:46 AM IST  |  મુંબઈ

જિઓના યુઝર્સ વર્લ્ડ કપની દરેક મૅચનું જીવંત પ્રસારણ નિ:શુલ્ક જોઈ શકશે

જિઓ

જિઓ ભારતમાં ક્રિકેટ કન્ટેન્ટ માટેનું સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન છે. જિઓએ આઇપીએલ અને બીસીસીઆઈની તમામ મૅચો (ભારતની સિરીઝ)નું જીવંત પ્રસારણ તેના યુઝર્સને ઉપલબ્ધ બનાવ્યું હતું. હવે  જિઓ ટીવીએ ક્રિકેટપ્રેમીઓને ઇંગ્લૅન્ડમાં આયોજિત ક્રિકેટના મહાકુંભ સમાન વર્લ્ડ કપની તમામ મૅચો ફ્રી અને લાઈવ જોવાની સુવિધા પૂરી પાડી છે. આ રીતે  જિઓએ વર્લ્ડ કપ દરમ્યાન જ વધુ એક સિક્સર મારી છે અને પોતાના યુઝર્સને આ પ્રકારનો લાભ આપનાર દેશમાં એકમાત્ર ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે. આ લાભ  જિઓ અને નોન- જિઓ એમ બંને પ્રકારના સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે.

દેશમાં નંબર ૧ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બનવાનો લક્ષ્યાંક ધરાવતી  જિઓએ એના યુઝર્સને  જિઓ ટીવી પર આઇપીએલ અને બીસીસીઆઈની તમામ મૅચો એટલે ભારતની તમામ સીરિઝની મૅચોનું જીવંત પ્રસારણ ફ્રીમાં જોવાની સુવિધા પ્રદાન કરી છે. પરિણામે  જિઓ ટીવી ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટેનો નવો અડ્ડો બની ગયું છે.  જિઓના ૩૦૦ મિલિયનથી વધારે યુઝર જિઓ ટીવી પર આઇપીએલ અને ભારતની મૅચોનું જીવંત પ્રસારણ જુએ છે. કંપનીના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે,  જિઓએ એના ક્રિકેટપ્રેમી ગ્રાહકો માટે વધુ એક સરપ્રાઇઝ આપી છે.

સૂત્રોના કહેવા મુજબ,  જિઓ ટીવી પર એના યુઝર્સ ઇંગ્લૅન્ડમાં આયોજિત વર્લ્ડ કપની દરેક મૅચ લાઇવ અને ફ્રીમાં જોઈ શકે છે. આ રીતે  જિઓએ એના ગ્રાહકોને ૩૬૫ રૂપિયાનો લાભ આપ્યો છે, નહીં તો વર્લ્ડ કપની આ મૅચો લાઇવ અને ફ્રીમાં જોવા માટે આટલા રૂપિયા તેમને ચૂકવવા પડ્યા હોત. ભારતમાં  જિઓ સિવાય અન્ય કોઈ ટેલિકૉમ ઓપરેટર્સ એના ગ્રાહકોને આ લાભ આપતા નથી.

આ ઉપરાંત  જિઓએ  જિઓ ક્રિકેટ પ્લે એલોન્ગનું નવું વધારે રોમાંચક વર્ઝન પણ પ્રસ્તુત કર્યું છે, જે વર્લ્ડ કપ દરમિયાન યુઝર્સને જોડવાની સાથે સ્ર્કોસ, મૅચનો કાર્યક્રમ, પરિણામો વગેરે જેવી તમામ જરૂરી માહિતી એક છત હેઠળ પૂરી પાડે છે. વળી માય જિઓ ઍપ પર જિઓ ક્રિકેટ પ્લે એલોન્ગ ગેમ રમીને યુઝર રોમાંચક ઇનામો પણ મેળવી શકે છે. યુઝર્સ ગેમ રમવા માટે માય જિઓ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

જિઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે,  જિઓ યુઝર્સ પાસે અન્ય એક વિકલ્પ પણ છે, જે અંતર્ગત એ રૂ. ૨૫૧નું ક્રિકેટ સિઝન ડેટા પેક રિચાર્જ કરાવી શકે છે, જેથી વાયા  જિઓ ટીવી લાઇવ ક્રિકેટનું પ્રસારણ જોવામાં એમનો ડેટા ક્યારેય ઓછો નહીં પડે. આ રિચાર્જ પેક અંતર્ગત યુઝર્સને રૂ. ૨૫૧માં અનલિમિટેડ ક્રિકેટ સિઝનનો લાભ મળે છે, જેમાં ૫૧ દિવસ માટે ૧૦૨ જીબી હાઈ સ્પીડ ડેટા પ્રદાન કરે છે.

આ પણ વાંચો : ઑનલાઇન શૉપિંગ કરો છો ત્યારે તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને?

જિઓ યુઝર્સના ફ્રી વર્લ્ડ કપની લાઇવ મૅચો હોટ સ્ટાર કે  જિઓ ટીવી પર જોઈ શકે છે. જ્યારે  જિઓના યુઝર હોટ સ્ટારની મુલાકાત લે છે, ત્યારે  જિઓના તમામ યુઝરને વર્લ્ડ કપની તમામ મૅચો જોવાની સુવિધા ઑટોમેટિક મળી જશે.  જિઓ ટીવી પર યુઝર્સ હોટસ્ટાર પર જઈને મૅચો જોઈ શકે છે.

business news