Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઑનલાઇન શૉપિંગ કરો છો ત્યારે તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને??

ઑનલાઇન શૉપિંગ કરો છો ત્યારે તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને??

05 June, 2019 06:39 PM IST |

ઑનલાઇન શૉપિંગ કરો છો ત્યારે તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને??

ઑનલાઇન શૉપિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન

ઑનલાઇન શૉપિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન


ઑનલાઇન શૉપિંગ હકીકતે ખૂબ જ સગવડતાભરી સુવિધા છે. ઘરમાં એસીમાં બેઠાં બેઠાં તમે સરળતાથી ઑર્ડર કરી શકો છો અને તમારી મનગમતી વસ્તુ પોતાની જાતે જ ઘરે આવી જાય છે. ઑનલાઇન શૉપિંગ માત્ર આરામદાયક જ નહીં પણ તમારો સમય અને આવવા જવાનો ખર્ચ પણ બચાવે છે. કારણ કે ઑનલાઇન શૉપિંગમાં પણ કૉમ્પિટિશન ઘણી વધી ગઇ છે. તેથી દરેક વસ્તુની વેરાઇટી ખૂબ જ સસ્તા ભાવમાં ઑનલાઇન મળી રહે છે. આ હકીકત છે કે ઑનલાઇ શૉપિંગ કરવાના ફાયદા ઘણાં છે, પણ તેના નુકસાનને પણ અવગણી ન શકાય. જો એક ક્લિક કરતી વખતે તમારાથી કોઇ ભૂલ થઇ જાય તો આ ભૂલ તમારી માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તેથી જ જરૂરી છે કે ઑનલાઇન શૉપિંગ દરમિયાન તમે આ મિસ્ટેક્સથી બચો.

સાઇટ સેફ ન હોય
ઇન્ટરનેટ પર એક જ ક્લિકમાં તમને એવી કેટલીય સાઇટ્સ જોવા મળશે, જ્યાં તમને ખૂબ જ સસ્તામાં વસ્તુઓ મળી જશે. ઘણીવાર લોકો વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાથી વગર વિચારે લઇ લેતાં હોય છે. જો તમે પણ આવું જ કરો છો તો આ તમારી મોટી ભૂલ છે. હકીકતે, શૉપિંગ સાઇટ પર તમે તમારી પર્સનલ ડીટેલ જેમ કે ઘરનું એડ્રેસ, મોબાઇલ નંબર, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ શેર કરો છો. જો તે સાઇટ સેફ નહીં હોય તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે. સાઇટ સુરક્ષિત છે કે નહીં તેની ચોક્કસાઇ કરવા માટે પૈડલૉક આઇકન ચૅક કરવું. જો સાઇટ પર તાળા જેવી નિશાની ન હોય તો તેનો અર્થ છે કે સાઇટ સેફ નથી. એવી સાઇટ પર કોઇપણ માહિતી શેર કરતાં સાવચેત રહો. આ સિવાય સાઇટની URL પણ httpની જગ્યાએ https હોવી જોઇએ. આ s બતાવે છે કે સાઇટ સુરક્ષિત છે.



Online Shopping Tips


ઉતાવળ ન કરવી
ઑનલાઇન શૉપિંગ દરમિયાન એક ભૂલ જે આપણે બધાં જ કરતાં હોઇએ છીએ, તે છે ઉતાવળ. ઘણીવાર શૉપિંગ સાઇટ પર સર્ચ કરતી વખતે કંઇક ગમી ગયું તો આપણે તરત જ ખરીદી લેતાં હોઇએ છીએ. આ ખૂબ જ જરૂરી છે કે તમે જે વસ્તુ ખરીદવા માગો છો તે જુદી જુદી શૉપિંગ સાઇટ પર જોઇને તેની પ્રાઇઝ ચૅક કરવી જોઇએ. સાથે જ તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો, તે પ્રૉડક્ટની ડિટેલ્સ સારી રીતે વાંચો અને સમજો. તે પ્રૉડક્ટને લઇને લોકોના ઑનલાઇન રિવ્યૂ વાંચો. જો તમે કોઇ ડ્રેસ ખરીદો છો તો તેની સાઇઝ પર ધ્યાન આપવું. સાથે જ વસ્તુની રિટર્ન પૉલીસી પણ જોઇ લેવી. કેટલીય વાર એવું હોય કે કોઇ વસ્તુ તમને સારી લાગે અને તમે તે મંગાવી લો, પણ પછી તમને સમજાય કે આ વસ્તુ એવી નથી, જેવી તમે વિચારી હતી, અને નો રિટર્ન પૉલીસી હોવાને કારણે તમારે નાછૂટકે એ વસ્તુ રાખવી જ પડે.

પબ્લિક વાયફાયનો ઉપયોગ ટાળો
મોટા ભાગે જોવા મળે છે કે કોઇક કૉફી હાઉસમાં બેઠા હોઇએ અથવા કોઈ પબ્લિક પ્લેસમાં હોઇએ અને પબ્લિક વાયફાયનો ઉપયોગ કરીને ઑનલાઇ શૉપિંગ કરવા લાગી જતાં હોય છે. જો તમે પણ એવું કરો છો તો આ ખૂબ જ ખરાબ આઇડિયા છે. શક્ય છે કે તમે જે કનેક્શનનો ઉપયોગ કરો છો, તે સિક્યોર ન હોય. આવી પરિસ્થિતિમાં તમારી પર્સનલ માહિતી હેકર્સ સરળતાથી હેક કરી શકે છે.


Online Shopping Tips

આ બાબતનું રાખો ધ્યાન
ઑનલાઇન શૉપિંગ દરમિયાન હંમેશાં જરૂરી વસ્તુઓની લિસ્ટ બનાવીને શૉપિંગ કરવી. હકીકતે ઑનલાઇન વિશ્વમાં તમને શૉપિંગ કરવા માટે એક વિરાટ વિશ્વ મળે છે, જેને કારણે વ્યક્તિ બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદી લે છે. અને તેનું બજેટ ખોરવાઇ જાય છે.

આ પણ વાંચો : નિવૃત્તિ બાદ બચત માટે આ છે 4 બેસ્ટ સ્કીમ, મળશે જબરજસ્ત ફાયદો

જો તમે સ્માર્ટ શૉપર બનવા માગો છો તો ઘરની જરૂરિયાતની વસ્તુઓ તે સમયે ખરીદો, જ્યારે ઑનલાઇન સેલ લાગી હોય. હકીકતે, કેટલાક ખાસ અવસરે બધી જ સાઇટ સારા ઑફર્સ દર્શાવે છે, જેને કારણે બ્રાન્ડેડ સામાન પણ સસ્તા ભાવે મળી રહે છે. આ સિવાય તમે સાઇટ પર મળતી રોજિંદી ડિલ્સ પર પણ નજર રાખી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 06:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK