સ્ટાર્ટ અપ્સના ઘણાબધા પ્રસ્તાવમાંથી કોની પસંદગી કરવી?

10 June, 2019 12:32 PM IST  |  મુંબઈ | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મહેતા

સ્ટાર્ટ અપ્સના ઘણાબધા પ્રસ્તાવમાંથી કોની પસંદગી કરવી?

રોકાણ

તમે સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવા માગો છો એવી જાણ માર્કેટમાં થતાં જ તમને ઢગલાબંધ પ્રપોઝલ મળશે અને અનેક સાહસિકો સંપર્ક કરશે કે અમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો, પણ ક્યો પ્રોજેક્ટ વાયેબલ છે? ક્યો પ્રોજકેટ ખરેખર માર્કેટમાં ચાલે એવો છે એ નક્કી કરવું બહુ અઘરું હોય છે, અને એ માટે સખત મહેનત પણ કરવી પડતી હોય છે.

અનેક સ્ટાર્ટ અપ્સમાં સફળ રોકાણ કરનાર સંજય મહેતાનું કહેવું છે કે તમે રોકાણ કરવા માગો છો એવી જાણ જો માર્કેટમાં થશે તો તમને ઘણા સાહસિકો તેમના સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાનું કહેશે. પ્રપોઝલ ઈ-મેઇલ કરશે. ઇવેન્ટમાં સાહસિકો તમારો સંપર્ક કરશે અને ઘણીવાર એક્સલ શિટમાં પણ તેમની માહિતી તમને આપશે, પણ એ ઘણા બધા સ્ટાર્ટ અપ્સની પંસદગીમાંથી ક્યા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવું એ નક્કી કરવું અઘરું અને મહેનત માગી લેતું કામ છે. જોકે એ કરતી વખતે કેટલાક ફિલ્ટર વાપરવામાં આવે છે જો એનો પદ્ધતિપૂર્વક ઉપયોગ કરો તો સ્ટાર્ટ અપ્સની પસંદગી કરવી પ્રમાણમાં સહેલું બને છે.

વેલ્યુ પ્રપોઝિશન : મુખ્યત્વે એ જાણવું બહુ જરૂરી હોય છે કે સ્ટાર્ટ અપ્સની કઈ જરૂરિયાતો પૂરી નથી થઇ ?, એવી કઈ સમસ્યાઓ છે કે જેનો ઉકેલ લાવવા ફાઉન્ડર પ્રયાસ કરી રહ્યા છે એ સમજવું પડતું હોય છે.

† શું એ સમસ્યા ખરેખર મોટી છે?

† માર્કેટ સાઈઝ : એ પ્રોડક્ટ કે સર્વિસ માટેની માર્કેટ કેટલી મોટી છે?

† શું એ માર્કેટ ઝડપથી વધી રહી છે?

†  એવું પણ બની શકે કે એ સ્ટાર્ટ અપ્સ એવા (નિશ એરિયા) ધંધામાં સંકળાયેલું હોય જ્યાં બિઝનેસ તો બહુ સારો થાય પણ રોકાણકારને તેમાંથી બહુ ઓછી કમાણી થાય. એ ઉપરાંત જો પ્રોડક્ટ માટે સ્થિર માર્કેટ ન હોય તો પણ રોકાણકારોએ તેમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું પડે.  

†  ઉદાહરણ તરીકે જોઈએ તો ફૂડ કૉમર્સનું માર્કેટ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. એ જ રીતે ફૂડ ટેક કે પછી ટ્રાવેલ ટેક પર નજર નાખીશું તો ખ્યાલ આવશે કે એ બિઝનેસમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે અને એ સફળ પણ થઈ રહ્યા છે. આવા પ્રોજેક્ટ કે સ્ટાર્ટ અપ્સ ઇન્વેસ્ટરોનું વિશેષ ધ્યાન ખેંચે છે.

આમ રોકાણકારોએ રોકાણ કરતાં પહેલાં એ જોવું જરૂરી છે કે માર્કેટ કેટલી ઝડપથી વધી રહી છે. આવતાં પાંચ વર્ષોમાં એ માર્કેટ કેટલી વધી શકે.

માર્કેટ અને સેગમેન્ટેશન

અત્યાર સુધી આપણે જોયું કે ફાઉન્ડરનો આઇડિયા સારો છે. તેમની સમસ્યાઓ પણ જાણી, એ પ્રોડક્ટ માટે બહુ મોટી માર્કેટ છે એવી ધારણા બાંધી, પણ એ સાથે જ અન્ય ધ્યાનમાં રાખવા જેવી પણ કેટલીક બાબતો છે. 

† બીજા ક્યા લોકો કે પ્રતિસ્પર્ધીઓ આ માર્કેટ સાથે સંકળાયેલા છે.

† એ લોકો ચોક્કસ માર્કેટના ક્યા ભાગમાં ઓપરેટ કરે છે ? હાલ તેમની પૉઝિશન શું છે? ધારો કે કોઈ આવીને કહે કે હું ફ્લિપકાર્ટ જેવી કંપની ખોલી રહ્યો છું તો રોકાણકારે એમાં રોકાણ ન કરવું જોઈએ, પણ જો કોઈ એમ કહે કે હું બ્લૉક ચેઇન પર કામ કરી રહ્યો છું તો તેને ચોક્કસ ફન્ડ મળવાના ચાન્સીસ વધુ રહેશે. 

પ્રોડક્ટ-માર્કેટ ફિટ

આમ વેન્ચર કેપિટલમાં ઇન્વેસ્ટિંગ કરીને સફળ બિઝનેસ ઊભો કરવો એ એક ત્રણ પાયાનું સ્ટૂલ ઊભું કરવા જેવું કામ છે. એ ત્રણ પાયા છે લોકો, માર્કેટ અને નવી પ્રોડક્ટ. સફળતા મેળવવા માટે આ ત્રણેની જરૂર પડતી હોય છે, પણ જાણકાર વેન્ચર કેપિટાલિસ્ટ અને એન્ટરપ્રિનિયોર આ ત્રણે-ત્રણ પાસાંના મહત્વને જાણતા હોવાથી પોતાની આગવી અને અલગ ટેãકનક શૈલીથી તેને અલગઅલગ સમયે અલગઅલગ રીતે ટેકલ કરી સફળતા મેળવે છે.

આ પણ વાંચો : ચોખ્ખું વળતર અને વાસ્તવિક વળતર વચ્ચેનો ફરક

નવી આઇડિયાવાળી આ પ્રોડક્ટ કે સર્વિસ લોકો શું કામ વાપરે ? તેમને એનાથી શું ફાયદો થશે એ પહેલાં સમજવું પડતું હોય છે એની ધારણાઓ બાંધવી પડે છે. વળી કેટલા બહોળા પ્રમાણમાં તેનો વપરાશ થશે એ પણ વિચારવું પડે છે. આ બાબતને હું પ્રોડક્ટ-માર્કેટ ફિટ કહીશ. આ માટે વેલ્યુ હાઇપોથિસ મદદમાં આવે છે. જેના આધારે એ નક્કી કરી શકાય કે એ પ્રોડક્ટમાં ક્યા ફિચર્સનો સમાવેશ કરવો પડશે. એના સંભવિત ગ્રાહકોની પણ કાળજી લેવી પડે છે. વળી બિઝનેસ મોડેલ એવું હોવું જોઈએ કે ગ્રાહક એ પ્રોડક્ટ ખરીદવા લલચાય. મોટા ભાગની કંપનીઓ તેમની પ્રોડક્ટ ફાઇનલી લોંચ કરતાં પહેલાં તેમાં ર્મોકટ કે ગ્રાહક અનુસાર અવારનવાર અનેક સુધારાવધારા કરતી હોય છે જેથી એ પ્રોડક્ટ માર્કેટ-ફિટ બની શકે. જ્યારે ગ્રેટ ટીમ ખરાબ માર્કેટમાં કામ કરતી હોય ત્યારે માર્કેટની જીત થતી હોય છે. એ રીતે જ્યારે ખરાબ ટીમ ગ્રેટ માર્કેટ માટે કામ કરતી હોય ત્યારે પણ માર્કેટ જ જીતતી હોય છે, પણ જ્યારે ગ્રેટ ટીમ ગ્રેટ માર્કેટ સાથે કામ કરે છે ત્યારે પરિણામો આર્યજનક રીતે જુદા જ આવે છે અને વિન વિન પૉઝિશન બને છે.  

business news