આયાતકારોએ હકીકત કરતાં ઓછી કિંમત દર્શાવતાં સરકારને 85,098 કરોડનું નુકસાન

05 June, 2019 12:13 PM IST  | 

આયાતકારોએ હકીકત કરતાં ઓછી કિંમત દર્શાવતાં સરકારને 85,098 કરોડનું નુકસાન

ઇન્વૉઇસમાં આયાતકારો અને નિકાસકારોએ ખોટી કિંમતો દર્શાવી હોવાથી વર્ષ ૨૦૧૬ દરમ્યાન ભારત સરકારે ૧૩ અબજ ડૉલરના મૂલ્યની કરની આવક ગુમાવી હોવાનો એક અંદાજ બહાર પડ્યો છે. આ રકમ ભારતના એ વર્ષની કુલ કર વસૂલાતના ૫.૫ ટકા જેટલી થાય છે. રિઝવર્‍ બૅન્કના ડેટા અનુસાર, નાણકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન ભારતીય ચલણ રૂપિયો અને ડૉલરનો સરેરાશ ભાવ ૬૫.૪૬ હતો એટલે ભારતીય ચલણમાં આ ટૅક્સચોરી ૮૫,૦૯૮ કરોડ રૂપિયાની થાય છે.

આ અહેવાલ અનુસાર દેશમાં આયાત-નિકાસનો ઇન્વૉઇસ ખોટો આપવાનો કુલ વ્યાપાર ૭૪ અબજ ડૉલર (ભારતીય ચલણમાં ૪,૮૪,૪૦૪ કરોડ રૂપિયા) જેટલો છે જે વર્ષ ૨૦૧૬ના કુલ ૬૧૭ અબજ ડૉલરના વિદેશ-વ્યાપારના ૧૨ ટકા જેટલો થવા જાય છે.

અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત સંસ્થા ગ્લોબલ ફાઇનૅન્સિયલ ઇન્ટિગ્રીટીના અહેવાલ અનુસાર સરકાર સાથે કરની છેતરપિંડી કરવા માટે આયાત અને નિકાસ સમયે વેપારીઓ ખોટી કિંમત દર્શાવી ઓછો ટૅક્સ ભરે છે અથવા વધારે કિંમત દર્શાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવે છે. અગાઉ આ સંસ્થાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૦૫થી ૨૦૧૪ દરમ્યાન ભારતમાં ગેરકાયદે લગભગ ૭૭૦ અબજ ડૉલરનો નાણાપ્રવાહ આવ્યો છે.’

સોમવારે બહાર પડેલા ઇન્વૉઇસ અંગેના અહેવાલ અણસાર નિકાસમાં ૪ અબજ ડૉલર અને આયાતમાં ૯ અબજ ડૉલરનો ટૅક્સ વેપારીઓએ ભર્યો નથી. વધારે વિગતો આપતાં અહેવાલમાં જણાવે છે કે આયાતમાં કુલ ટૅક્સચોરીમાં ૩.૪ અબજ ડૉલરની વેટ ટૅક્સની, ૨ અબજ ડૉલરની કસ્ટમ ડ્યુટી અને ૩.૬ અબજ ડૉલરનો કૉર્પોરેટ ટૅક્સ સામેલ છે.

ગ્લોબલ ફાઇનૅન્સિયલ ઇન્ટિગ્રીટીના અહેવાલ અનુસાર ભારતમાં આયાત થતાં ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, વાહનો અને અનાજમાં સૌથી વધુ ગેરરીતિ આચરવામાં આવે છે. આવી જ રીતે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઘાનાથી આવતી ચીજોમાં ઇન્વૉઇસમાં વાસ્તવિક કિંમત કરતાં ભાવ ઓછા દર્શાવવામાં આવે છે.

આ પણ વાંચો:ઑટો ક્ષેત્રની મંદી વ્યાપક બની : ૩૦૦ ડીલર્સે બિઝનેસ બંધ કર્યો

અહેવાલ વધુમાં નોંધે છે કે ભારતની ચીનથી થતી આયાતમાં સૌથી વધુ ગેરરીતિ થાય છે. ભારત માટે ચીન સૌથી મોટો વિદેશી વ્યાપારમાં ભાગીદાર છે અને ત્યાંથી આવતી આયાતની ૬૬ ટકા આયાતમાં આ રીતે કિંમત કરતાં ઓછા ભાવ દર્શાવવાનું જોખમ રહેલું છે. આવી જ રીતે, ઑસ્ટ્રેલિયાથી આવતું ફ્યુઅલ અને દક્ષિણ આફ્રિકાથી આવતાં ઇલેક્ટિÿક મશીનરીમાં પણ ખોટી ઇન્વૉઇસ બને છે.

business news gujarati mid-day