અમેરિકામાં સમસ્યાઓના ખડકલા વચ્ચે વર્ષાંતે સોનામાં જામતી તેજી

29 December, 2018 08:45 AM IST  |  | મયૂર મહેતા

અમેરિકામાં સમસ્યાઓના ખડકલા વચ્ચે વર્ષાંતે સોનામાં જામતી તેજી

ગોલ્ડ સિલ્વરમાં તેજી

બુલિયન બુલેટિન  

અમેરિકામાં ફાઇનૅન્શિયલ શટડાઉન, ઇકૉનૉમિક ઇમર્જન્સીની સાથે-સાથે અનેક સમસ્યાઓના ખડકલા થવા લાગતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સતત સુધરી રહ્યું છે. અમેરિકાની અનેક સમસ્યાઓને પગલે ડૉલર ગુરુવારે ગગડયો હતો અને સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૨૮૦ની સપાટી ઓળંગતાં હવે બધાને ૧૩૦૦નું લેવલ દેખાવા લાગ્યું છે. વર્લ્ડ માર્કેટની તેજીની રાહે લોકલ માર્કેટમાં પણ સોનું-ચાંદી સતત વધી રહ્યાં છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ડિસેમ્બરમાં ૮.૩ પૉઇન્ટ ઘટીને પાંચ મહિનાના તળિયે ૧૩૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. આ ઘટાડો છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. માર્કેટની ધારણા ૧૩૩.૫ પૉઇન્ટની હતી. અમેરિકાના કન્ઝ્યુમર્સ એક્સ્પેક્ટેશનના મેઝરનો ઇન્ડેક્સ પણ બે વર્ષના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાના હાઉસિંગ પ્રાઇસમાં ઑક્ટોબરમાં ૦.૩ ટકાનો વધારો નોંધાયો હતો જેમાં સપ્ટેમ્બરમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો. જપાનના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ૧.૪ ટકાનો વધારો નોંધાયો હતો જેમાં ઑક્ટોબરમાં ૩.૬ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૨.૨ ટકા વધારાની હતી. રીટેલ સેલ્સનો વધારો છેલ્લા છ મહિનાનો સૌથી ઓછો હતો. જપાનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં નવેમ્બરમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં ઑક્ટોબરમાં ૨.૨ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૯ ટકાના ઘટાડાની હતી. જપાનમાં અનએમ્પ્લૉયમેન્ટ રેટ નવેમ્બરમાં વધીને ૨.૫ ટકાએ પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૨.૪ ટકા હતો. અમેરિકાના કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સમાં ઘટાડો થતાં ડૉલર ૦.૫ ટકા ઘટuો હતો અને સોનું ૧૨૮૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરને ખતમ કરવા મંત્રણાનો દોર એક તરફ ચાલુ છે ત્યારે બીજી તરફ ડોનલ્ડ ટ્રમ્પે નૅશનલ ઇમર્જન્સી જાહેર કરીને ચીનની સૌથી મોટી બે નેટવર્ક ઇક્વિપમેન્ટ કંપની હવાઈ અને ZTEના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધના અમેરિકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, કારણ કે અમેરિકાના રૂરલ પાર્ટમાં આ બે કંપનીના ઇક્વિપમેન્ટ્સનો જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે. અમેરિકામાં ફાઇનૅન્શિયલ શટડાઉનની ક્રાઇસિસ વચ્ચે ટ્રેડવૉરનું ટેન્શન ફરી વધી રહ્યું છે. અધૂરામાં પૂÊરું, અમેરિકાનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટરો નબળાં આવતાં ગ્લોબલ સ્લોડાઉનની અસર અમેરિકા તરફ ધીમે-ધીમે સરકી રહી છે. ચીન, યુરો એરિયા અને જપાનના ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા છે. ગુરુવારે ચીનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટના ડેટા નબળા આવ્યા બાદ ગઈ કાલે રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ અને અનએમ્પ્લૉયમેન્ટના ડેટા નબળા આવ્યા હતા. ૨૦૧૮ના અંતિમ દિવસે સોમવારે સોનું ૧૩૦૦ ડૉલરની નજીક અથવા ૧૩૦૦ ડૉલરની સપાટીને સ્પર્શે એવા મજબૂત સંજોગો દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકન ફાઇનૅન્શિયલ શટડાઉનને પગલે સોનામાં તેજીની આગેકૂચ

વર્લ્ડ માર્કેટની તેજીથી લોકલ માર્કેટમાં સોનું-ચાંદી સતત પાંચમા દિવસે સુધર્યાં

વર્લ્ડ માર્કેટમાં સોનું ઝડપથી ૧૩૦૦ ડૉલર તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકી ડૉલર નબળો પડતાં સોનું અને ચાંદી બન્ને એકસાથે વધી રહ્યાં છે. વર્લ્ડ માર્કેટની રાહે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી સતત પાંચમા દિવસે ગઈ કાલે સુધયાર઼્ હતાં. સોનાનો ભાવ ગઈ કાલે મુંબઈમાં પચીસ રૂપિયા સુધરીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૧,૬૭૫ રૂપિયા અને દિલ્હીમાં ૧૭૦ રૂપિયા સુધરીને ૩૨,૬૨૦ રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૨૬૦ રૂપિયા સુધરીને પ્રતિ કિલોનો ૩૮,૧૨૫ રૂપિયા અને દિલ્હીમાં ચાંદી ૬૦૦ રૂપિયા સુધરીને ૩૯,૨૫૦ રૂપિયા થયો હતો. મુંબઈમાં ચાંદીએ ૩૮,૦૦૦ની સપાટી અને દિલ્હીમાં ચાંદીએ ૩૯,૦૦૦ની સપાટી પાર કરી હતી.

sensex bombay stock exchange national stock exchange