ડૉલરનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

18 May, 2019 02:59 PM IST  | 

ડૉલરનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાએ ચાઇનીઝ ટેલિકૉમ્યુનિકેશન જાયન્ટ હવાઈને બ્લૅક લિસ્ટ કરતાં ઑસ્ટ્રેલિયા અને ચાઇનીઝ કરન્સી તૂટતાં ડૉલરને મજબૂતી મળી હતી, જેને કારણે ડૉલર ઇન્ડેક્સ બે સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બન્યું હતું અને સોનામાં ગુરુવારે છેલ્લા એક મહિનાનો એકદિવસીય ઘટાડો જોવા મYયો હતો. 

 ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોનનું ઇન્ફલેશન એપ્રિલમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧.૭ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૧.૪ ટકા હતો અને માર્કેટની ધારણા તેમ જ પ્રીલિમનરી રીડિંગ ૧.૭ ટકાનું હતું. યુરો ઝોન કન્સ્ટ્રક્શન આઉટપુટ માર્ચમાં ૬.૩ ટકા વધ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૭.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૮ ટકાના વધારાની હતી. અમેરિકામાં હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ એપ્રિલમાં ૫.૭ ટકા વધ્યો હતો, જે માર્ચમાં માત્ર ૧.૭ ટકા જ વધ્યો હતો. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ એપ્રિલમાં ૦.૬ ટકા વધી હતી, જે છેલ્લા ત્રણ મહિનાથી સતત ઘટી રહી હતી. અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ વીતેલા સપ્તાહમાં ૧૬ હજાર ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતા. હૉન્ગકૉન્ગનો ફસ્ર્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ માત્ર ૦.૬ ટકા રહેતાં છેલ્લાં દસ વર્ષનો સૌથી નીચો ગ્રોથરેટ રહ્યો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર ઇન્ડેક્સ બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનામાં ગુરુવારે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો જોવા મYયો હતો. ડૉલર સુધરતાં ગુરુવારે ઓવરનાઇટ સોનું ૦.૮ ટકા તૂટ્યુ હતું.

આ પણ વાંચો: અનિલ અંબાણી માટે આનંદો રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડવૉરની ઇફેક્ટ હવે તમામ દેશોની કરન્સી પર પડવાની ચાલુ થતાં ફરી એક વખત ડૉલરનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બન્યું હતું. ચાઇનીઝ ટેલિકૉમ્યુનિકેશન જાયન્ટ હવાઈને બ્લૅક લિસ્ટ કરતાં ચાઇનીઝ યુઆન સાત મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં અનએમ્પ્લૉયમેન્ટ રેટ એકાએક વધતાં રિઝવર્‍ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાને નાછૂટકે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થતાં ઑસ્ટ્રેલિયન ડૉલર કરન્સી બાસ્કેટમાં ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો હતો. બ્રિટિશ પાઉન્ડ પણ ચાર મહિનાના તળિયે પહોંચ્યો હતો. યુરો અને અન્ય દેશોની કરન્સીનું મૂલ્ય ડૉલર સામે નબળું પડતાં ડૉલર મજબૂત બન્યો હતો. અમેરિકાના જૉબ અને હાઉસિંગ ડેટા તેમ જ યુરોપિયન ઇન્ફલેશન વધતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધુ ઘટuો હતો. આમ, સોના ઉપર હાલ ડૉલરનું સેફ હેવન સ્ટેટસ હાવી બનતાં આવનારા દિવસોમાં ટ્રેડવૉર અંગે કોઈ સમાધાન નહીં થાય તો સોનું વધુ ઘટશે.

business news