Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અનિલ અંબાણી માટે આનંદો રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે

અનિલ અંબાણી માટે આનંદો રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે

18 May, 2019 01:30 PM IST |

અનિલ અંબાણી માટે આનંદો રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે

 રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે

રિલાયન્સ નિપ્પોનમાં જૅપનીઝ પાર્ટનર હિસ્સો ખરીદશે


ટેલિકૉમ, ફાઇનૅન્સ, વીમા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કાર્યરત,દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી માટે લગભગ બે વર્ષમાં સૌથી પ્રથમ વખત સારા સમાચાર આવ્યા છે. ફાઇનૅન્સ ક્ષેત્રના બિઝનેસની મુખ્ય કંપની રિલાયન્સ કૅપિટલનું દેવું ઘટાડવા માટે અનિલ અંબાણી ઘણા સમયથી કાર્યરત હતા.

જપાનની નિપ્પોન લાઇફ દ્વારા અંતે રિલાયન્સ કૅપિટલની પેટાકંપની રિલાયન્સ નિપ્પોન લાઇફ ઍસેટ મૅનેજમેન્ટ (આરનામ)માં રૂ. ૪૪૭૬ કરોડ (૭૦ અબજ જૅપનીઝ યેન) રોકી ૪૩ ટકા હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે. નિપ્પોન પહેલેથી આ કંપનીમાં રિલાયન્સ કૅપિટલ સાથે ભાગીદાર છે. આ સોદો પાર પડ્યા પછી નિપ્પોનનો હિસ્સો આરનામમાં ૭૦ ટકા થઈ જશે અને રિલાયન્સ કૅપિટલ પાસે કોઈ શૅર બચશે નહીં. આ સોદાની જાહેરાત પછી રિલાયન્સ કૅપિટલના શૅર ૨.૭ ટકા વધ્યા હતા, જ્યારે જૂથની અન્ય પેટાકંપની રિલાયન્સ હોમ ફાઇનૅન્સ ૫.૨ ટકા ઊછળી હતી.



રિલાયન્સ કૅપિટલ પોતાના જરૂર હોય નહીં તેવા રોકાણ રોકી રૂ. ૧૦,૦૦૦ કરોડ એકત્ર કરી પોતાનું દેવું ઘટાડવા પ્રયત્ન કરી રહી હોવાની કંપનીએ અગાઉ જાહેરાત કરી છે. આ સોદો થવાથી અનિલ અંબાણી અને રિલાયન્સ કૅપિટલને ઘણી રાહત મળશે.


મોટા ભાઈ મુકેશ અંબાણીએ ટેલિકૉમ બજારમાં પ્રવેશ કર્યા પછી અનિલના જૂથની રિલાયન્સ.કૉમ બેહાલ થઈ ગઈ હતી. રૂ. ૪૫,૦૦૦ કરોડનું દેવું ધરાવતી આ કંપની અત્યારે નાદાર જાહેર થાય એ માટે એનસીએલટીમાં કેસ ચાલી રહ્યો છે. આ કંપનીના એક લેણદારને રૂ. ૫૪૫ કરોડ ચૂકવવામાં જો વિલંબ થાત તો માલિક અનિલ અંબાણીને જેલમાં જવું પડે એવો ઘાટ થયો હતો ત્યારે મોટા ભાઈએ અનિલ અંબાણીને મદદ કરી હતી.

રિલાયન્સ નિપ્પોનના શૅર નવેમ્બર, ૨૦૧૭માં રૂ. ૨૫૨ના ભાવે શૅરબજારમાં લીસ્ટ થયા હતા. આજે કંપનીના શૅરનો ભાવ તેનાથી ૨૦ ટકા નીચે ચાલી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 01:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK