ટૂંક સમયમાં જ બંધ થઈ જશે આ બૅન્ક, ઝડપથી કાઢી લો તમારા પૈસા...

19 November, 2019 02:04 PM IST  |  Mumbai Desk

ટૂંક સમયમાં જ બંધ થઈ જશે આ બૅન્ક, ઝડપથી કાઢી લો તમારા પૈસા...

વાત ફેબ્રુઆરી 2018ની છે જ્યારે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કને પેમેન્ટ બૅંકિંગ પરિચાલનની પરવાનગી ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)પાસેથી મળી હતી. હવે આ બૅન્ક પોતાનું કારભાર સંકેલવાની તૈયારી કરી રહી છે. ભારતીય રિઝર્વ બૅન્કે સોમવારે કહ્યું કે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બૅન્ક સ્વેચ્છાથી પોતાનો કારભાર સંકેલી રહી છે અને લિક્વિડેશનની તૈયારી કરી રહી છે. ભારતીય રિઝર્વ બૅન્કે એક અધિસૂચનામાં કહ્યું, "અમે સલાહ આપીએ છીએ કે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બૅન્ક લિમિટેડના સ્વેચ્છાથી કારભાર સંકેલવાને લઈને બૉમ્બે હાઇકોર્ટે 18 સપ્ટેમ્બર 2019ના એક આદેશ જાહેર કર્યો હતો."

RBIએ કહ્યું કે બૉમ્બે હાઇકોર્ટે ડેલૉયટ ટૂશ તોમાત્સુ ઇન્ડિયા એલએલપીના સીનિયર ડાયરેક્ટર વિજયકુમાર વી. અય્યરને આની માચે લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા. આ વર્ષે જુલાઇમાં આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બૅન્કે 'અપ્રત્યાશિત ઘટનાક્રમો'ના કારણે પોતાનો કારભાર સંકેલવાની જાહેરાત કરી હતી. બૅન્કે કહ્યું હતું કે તેનું ઇકોનૉમિક મૉડલ 'અવ્યવહાર્ય' છે.

જણાવીએ કે આ પહેલા ચાર પેમેન્ટ્સ બૅન્ક પહેલા જ પોતાના કારભાર સંકેલી ચૂક્યા છે. આ પહેલા ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની અને દિલીપ સંઘવીનું એક કંશોર્સિયમ, આઇડીએફસી બૅન્ક લિમિટેડ અને ટેલી નૉલ ફાઇનેન્શિયલ સર્વિસિસે પેમેન્ટ્સ બૅન્કિંગના ક્ષેત્રથી બહાર થવાની ઘોષણા કરી હતી.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બૅન્કે ઑફિશિયલ વેબસાઇટ www.adityabirla.bank પર પોતાના કારભારને સંકેલવાની માહિતી આપી હતી. બૅન્કે પોતાના ગ્રાહકોને કહ્યું કે અમે તમને આશ્વાસન આપવા માગીએ છીએ કે બૅન્કે તમારી ડિપૉઝિટના રિટર્નની બધી જ વ્યવસ્થા કરી છે.

business news