7th Pay Commission :આ 4.5 લાખ કર્મચારીઓને મળશે 7મા વેતન આયોગની ભેટ

10 December, 2019 07:37 PM IST  |  Mumbai Desk

7th Pay Commission :આ 4.5 લાખ કર્મચારીઓને મળશે 7મા વેતન આયોગની ભેટ

નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના 4.5 કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવાની ઘોષણા કરી છે. કેન્દ્ર સરકારે પૂર્વવર્તી જમ્મૂ-કાશ્મીર રાજ્યના આ સરકારી કર્મચારીઓના 7th Pay Commissionના ફાયદા આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે કેન્દ્રએ 4,800 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. લોકસભાને મંગળવારે આ વખતે માહિતી આપવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મોદી સરકારે આ 4.5 લાખ કર્મચારીઓને Children Education Allowance, Hostel Allowance, Transport Allowance, LTC, Fixed Medical Allowance આપવાનો નિર્ણય કર્યો છે. આ કર્મચારિઓને પહેલા આ આપવામાં આવતું ન હતું.

કેન્દ્ર સરકારે 31 ઑક્ટોબરના અસ્તિત્વમાં આવેલા બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં કામ કરતાં આ કર્મચારીઓ માટે અનુમાનિત રૂપે ખર્ચ થનાર 4,800 કરોડ રૂપિયાની રકમની મંજૂરી આપી છે. રેડ્ડીએ કહ્યું બે કેન્દ્રશાશિત પ્રદેશોના ગઠન બાદ 14માં નાણાં આયોગના ગ્રાંટ પ્રમાણે 14,559.25 કરોડ રૂપિયાનું બેલેન્સ શૅરને બન્ને નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આમાંથી 2,977.31 કરોડ રૂપિયા જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખ માટે 1,275.99 કરોડ રૂપિયા પહેલા જ રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કલમ 370ના મુખ્ય નિયમોનું ખંડન કરતાં જમ્મૂ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ હેઠળ જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો હતો.

business news