લીલા દુકાળને કારણે ડાંગર અને શેરડીના પાકને અંદાજે 60 કરોડનું નુકસાન

04 October, 2019 09:23 AM IST  |  સુરત

લીલા દુકાળને કારણે ડાંગર અને શેરડીના પાકને અંદાજે 60 કરોડનું નુકસાન

શેરડી

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યાં સામાન્ય નાગરિકો ત્રાસી ગયા હોય ત્યાં ખેડૂતોની શું દશા થઈ હશે એ વિચારી શકાય છે. એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લીલા દુકાળને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાક ઉગાડતા ખેડૂતોને અંદાજે ૬૦ કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

બે મહિના અગાઉ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી. ડાંગર અને શેરડીના પાક માટે પૂરતું પાણી પણ મળતું નહોતું, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે ત્યાર બાદ મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા હતા તથા દક્ષિણ ગુજરાતમાં જે રીતે મન મૂકીને વરસ્યા હતા એને કારણે ખેડૂત પરિવારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ખુરશી જૂજ દિવસો પૂરતી જ હતી, કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે મેઘરાજા અટકવાનું નામ જ નહોતા લેતા. એના કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો

રાજ્યમાં લીલા દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગર તથા શેરડીના પાકને હેક્ટરદીઠ ૧૫ હજાર રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો આંકડાકીય વાત કરીએ તો આ નુકસાનનો આંકડો ૬૦ કરોડ પર પહોંચ્યો છે.

business news