સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો

ગાંધીનગર | Oct 04, 2019, 08:50 IST

દિવાળી પહેલાં ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલાં તેમનો ખર્ચ ઘટે અને ખિસ્સામાં આવક થાય એવા આ સમાચાર છે.

સિંગતેલ
સિંગતેલ

દિવાળી પહેલાં ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલાં તેમનો ખર્ચ ઘટે અને ખિસ્સામાં આવક થાય એવા આ સમાચાર છે. માર્કેટમાં મગફળીમાં નવા પાકની આવકની અસર સિંગતેલના ભાવમાં જોવા મળી છે, જેને પગલે મગફળીમાં સારા પાકની આશાએ એક ડબ્બાએ વીસ રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ સિંગતેલના એક ડબ્બાનો ભાવ ૧૮૨૦ રૂપિયા થયો છે. ત્યારે આગામી સમયમાં આ ભાવ હજી પણ ઘટાડે એવી શક્યતા બિઝનેસ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દિવાળીનો તહેવાર સામે હોઈ ગૃહિણીઓ માટે વીસ રૂપિયાનો ઘટાડો બહુ જ મોટી વાત છે, કારણ કે આ તહેવાર પર સૌથી વધુ ખર્ચો થતો હોય છે. આ તહેવાર પર જ વિવિધ ફરસાણ બનાવવામાં આવતાં હોય છે. ત્યારે સિંગતેલના એક ડબ્બાદીઠ વીસ રૂપિયા ઘટી જતાં ગૃહિણીઓના બજેટ પર એની સીધી અસર દેખાશે.

આ પણ વાંચો : આજે RBI રેપોરેટમાં ૫ચીસ પૉઇન્ટનો ઘટાડો કરે એવી સંભાવના

ઉલ્લેખનીય છે કે આ પહેલાં છેલ્લા સાતમ-આઠમના તહેવારો સમયે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દર વર્ષે સાતમ-આઠમના તહેવાર સમયે તેલના ભાવમાં વધારો જોવા મળતો હોય છે ત્યારે ગયા મહિને તેલના ડબ્બામાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK