Apple ની 10 મહિના બાદ માર્કેટ કેપ ફકી 1 લાખ ડોલર પહોંચી

12 September, 2019 08:50 PM IST  |  Mumbai

Apple ની 10 મહિના બાદ માર્કેટ કેપ ફકી 1 લાખ ડોલર પહોંચી

Mumbai : એપલના શેરમાં બુધવારે 3 ટકા તેજી આવવાથી કંપનીની માર્કેટ કેપ 3,100 કરોડ ડોલર વધીને 1.01 લાખ કરોડ ડોલર(72 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. એપલે ગત વર્ષે ઓગસ્ટમાં પ્રથમ વાર 1 લાખ કરોડ ડોલર(એક ટ્રિલિયન ડોલર) પર પહોંચી હતી. જોકે શેરમાં ઘટાડો આવવાથી નવેમ્બરમાં નીચે આવી હતી. એટલે કે 10 મહિના બાદ એપ્લ ફરીથી ટ્રિલિયન ડોલર કંપની બની ગઈ છે. જોકે માઈક્રોસોફટ હાલ પણ 3,000 કરોડ ડોલર પાછળ છે. માઈક્રોસોફટની માર્કેટ કેપ 1.04 લાખ કરોડ ડોલર છે. તે વિશ્વની સૌથી વધુ વેલ્યુએશનવાળી કંપની છે.


કોઈ પણ કંપનીની માર્કેટ કેપ તેના શેરની કિંમત અને શેર સંખ્યાના ગુણ્યા કરીને કાઢવામાં આવે છે. આ કારણે શેરમાં ઉતાર-ચઢાવની સાથે માર્કેટ કેપમાં ઘટાડો-વધારો થતો રહે છે.


એપલના શેરમાં તેજીનું કારણ શું ?
કંપનીએ મંગળવારે નવો આઈફોન, એપલ વોચ અને આઈપેડ લોન્ચ કર્યું હતું. આઈફોને એક્સઆરની સરખામણીમાં 50 ડોલર સસ્તો આઈફોન 11 પણ રજૂ કર્યો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આઈફોન 11ની સર્વિસિસ તેનાથી સારી બનાવશે. તેનાથી કંપનીનું વેચાણ વધવાની શક્યતા છે.

આ પણ જુઓ : દરેક પ્રકારના આઉટફિટમાં સુંદર લાગે છે ઈશા અંબાણી, આ તસવીરો છે પુરાવો

એપલની માર્કેટ કેપ ભારતીય કંપની ટીસીએસથી 9 ગણી
ભારતમાં હાલ ટીસીએસ માર્કેટ કેપમાં પ્રથમ નંબરે છે. કંપનીનું વેલ્યુએશન 7.97 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 7.76 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઈઝેશનની સાથે બીજા નંબરે છે.

business news iphone