ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહેલી વખત એન્ટ્રી કરી ભારતના યુકી ભાંબરીએ

05 September, 2025 01:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુકી ભાંબરીએ જોડીદાર સાથે ક્વૉર્ટર ફાઇનલમાં ક્રોએશિયાના નિકોલા મેક્ટિક અને અમેરિકાના રાજીવ રામને ૬–૩, ૬–૭, ૬–૩થી માત આપી હતી

ભારતના યુકી ભાંબરી

ભારતના યુકી ભાંબરીએ તેના ન્યુ ઝીલૅન્ડના સાથી માઇકલ વીનસ સાથે યુએસ ઓપન મેન્સ ડબલ્સ ઇવેન્ટની છેલ્લી ચાર જોડીમાં પહોંચીને પહેલી વખત ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે લિએન્ડર પેસ (વર્ષ ૨૦૧૫) પછી યુએસ ઓપન મેન્સ ડબલ્સ સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે. યુકી ભાંબરીએ જોડીદાર સાથે ક્વૉર્ટર ફાઇનલમાં ક્રોએશિયાના નિકોલા મેક્ટિક અને અમેરિકાના રાજીવ રામને ૬–૩, ૬–૭, ૬–૩થી માત આપી હતી. જીત બાદ ટેનિસ પ્લેયર યુકી ભાંબરીએ કહ્યું કે ‘આ ક્ષણ એક અત્યંત પ્રેશરના અનુભવ અને લાગણીઓના વાવાઝોડા જેવી રહી.’

tennis news india new zealand united states of america sports news sports