રેસરલ બજરંગ અને રવિ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

19 September, 2019 08:15 PM IST  |  Mumbai

રેસરલ બજરંગ અને રવિ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

Mumbai : ભારતના સ્ટાર રેસરલ એવાબજરંગ પુનિયા અને રવિ દહિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુરુવારે ભારતને 2 ક્વૉટા અપાવ્યા હતા. આ અગાઉ વિનેશ ફોગાટે બ્રોન્ઝ જીતી ભારતને ઓલિમ્પિક ક્વૉટા અપાવ્યો હતો. અત્યાર સુધી રેસલિંગમાં ભારતને 3 ઓલિમ્પિક ક્વૉટા મળી ચૂક્યા છે. જોકે 65 કિલોગ્રામ કેટેગરીમાં બજરંગ અને યજમાન કઝાકિસ્તાનના દૌલચ નિયાઝબેકોવની મેચ 9-9થી બરાબર રહી. પરંતુ એકવારમાં સૌથી વધુ 4 પોઈન્ટ બનાવવાના કારણે દૌલતને વિજેતા જાહેર કરાયો હતો. વિવાદાસ્પદ મેચમાં નિયાઝબેકોવને રેફરીએ 3 વખત ચેતવણી આપી નહોતી. જેના કારણે તેને 4 પોઈન્ટ મળ્યા હતા. બજરંગે ઘણો પ્રયાસ કર્યો પરંતુ વિરોધી ખેલાડીને રેફરીએ ચેતવણી આપી ન હોતી.


ગત વર્લ્ડ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલિસ્ટ બજરંગ આજે બ્રોન્ઝ માટેની મેચ રમશે. જ્યારે રવિ દહિયા 57 કિલોગ્રામની સેમિફાઈનલમાં ઉગાએવથી 4-6થી હાર્યો હતો. રવિએ ક્વાર્ટર ફાઈનલમાં 2017ના વર્લ્ડ ચેમ્પિયન જાપાનના તાકાહાશીને 6-1થી હરાવ્યો. ભારતીય રેસર રવિ દહિયાએ ક્વાર્ટર ફાઈનલમાં નંબર-3 જાપાનના તાકાશીને એકતરફી મેચમાં 6-1થી હરાવ્યો.


2 વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારની મેચ આજે યોજાશે
2 વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમાર શુક્રવારથી પોતાના કેમ્પેનનો પ્રારંભ કરશે. છેલ્લા 1 વર્ષથી તે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ઉતર્યો નથી. એવામાં તે અહીં સારું પ્રદર્શન કરવા માગશે. તે 74 કિલોગ્રામ કેટેગરીમાં પોતાનો દમ દેખાડશે. આ ઈવેન્ટમાં તેના 2020 ટોક્યો ઓલિમ્પિકની આશા પણ રહેલી છે. ચેમ્પિયનશિપની ટ્રાયલમાં સુશીલ પર વિરોધી ખેલાડીને જાણીજોઈને ઈજાગ્રસ્ત કરવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

પૂજા બ્રોન્ઝ મેચ હારી, સાક્ષી અને દિવ્યા પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ
પૂજા ઢાંઢા બ્રોન્ઝ ચૂકી. 59 કિલોગ્રામ કેટેગરીની મેચમાં ચીનની જિંગરુ પેઈએ પૂજાને 5-3થી હરાવી. જ્યારે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી સાક્ષી પ્રથમ રાઉન્ડમાં જ હારી બહાર થઈ. 62 કિલોગ્રામના પ્રથમ રાઉન્ડમાં નાઈજિરીયાની અમિનત એડેનઈએ સાક્ષીને 10-7થી હરાવી. જ્યારે દિવ્યા કાકારાનને 68 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સારા દોશોએ 2-0થી હરાવી હતી.

sports news