રેસલર અંશુ મલિક જીતી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ

18 December, 2020 07:26 AM IST  |  Belgrade | Gujarati Mid-day Correspondent

રેસલર અંશુ મલિક જીતી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ

અંશુ મલિક

ભારતીય યુવા મહિલા રેસલર અંશુ મલિકે તાજેતરમાં રેસિંગ વર્લ્ડ કપની ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. બુધવારે રમાયેલી ફાઇનલમાં તે મોલદોવાની અનાસ્તાસિયા નિચિતા સામે ૧-૫થી હારી જતાં ગોલ્ડ મેડલ જીતવાની તક ચૂકી ગઈ હતી. વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં તેને બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો જ્યારે જાન્યુઆરીમાં રોમમાં યોજાયેલી મેટ્ટીઓ પેલિકોન ઇવેન્ટમાં તેને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજેતા બનનાર પૂજા ધાંડા અને અનુભવી સરિતા મોરની હાજરી હોવા છતાં તે ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. ૫૫ કિલોગ્રામ કૅટેગરીમાં પિન્કીએ બ્રૉન્ઝ મેડલથી સંતુષ્ટ થવું પડ્યું હતું, જ્યારે સરિતા (૫૯ કિલોગ્રામ), સોનમ મલિક (૬૨ કિલોગ્રામ) અને સાક્ષી મલિક (૬૫ કિલોગ્રામ) ક્વૉર્ટર ફાઇનલથી આગળ વધી શકી નહોતી.

sports sports news wrestling