વિમ્બલ્ડનની મેન્સ ડબલ્સમાં જુઆન સેબૅસ્ટિયન અને રૉબર્ટ ફરાહ ચૅમ્પિયન

24 July, 2019 03:50 PM IST  |  લંડન

વિમ્બલ્ડનની મેન્સ ડબલ્સમાં જુઆન સેબૅસ્ટિયન અને રૉબર્ટ ફરાહ ચૅમ્પિયન

 વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ ગેમમાં કોલંબિયાના જુઆન સેબૅસ્ટિયન કૅબલ અને રૉબર્ટ ફરાહે બાજી મારી પોતાનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીતી લીધું છે. આ મૅચમાં કોલંબિયાના પ્લેયરોએ ફ્રેન્ચ પ્લેયર નિકોલસ માહુત અને એડૌર્ડ રોજર-વસેલીનને પાંચ સેટમાં પરાજય આપ્યો હતો. ચાર કલાક છપ્પન મિનિટ ચાલેલી મૅચમાં જુઆન અને રૉબર્ટની જોડીએ નિકોલસ અને એડૌર્ડને ૬-૭ (૫-૭), ૭-૬ (૭-૫), ૭-૬ (૮-૬), ૬-૭ (૫-૭) અને ૬-૩થી માત આપી પોતાનું પહેલું ગ્રૅન્ડ સ્લેમ ટાઇટસ જીત્યું હતું. આ ઉપરાંત વિમ્બલ્ડનમાં ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર તેઓ સૌથી પહેલી કોલંબિયન જોડી બન્યા છે.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

tennis news wimbledon