ભારતને વર્લ્ડ કપમાં પહોંચાડવા માગું છું: સંદેશ જિંગન

22 May, 2020 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતને વર્લ્ડ કપમાં પહોંચાડવા માગું છું: સંદેશ જિંગન

ભારતીય ડિફેન્ડર સંદેશ જિંગનનું કહેવું છે કે તે પ્લેયર તરીકે નહીં તો કોચ તરીકે ભારતીય ફુટબૉલ ટીમને વર્લ્ડ કપમાં પહોંચાડવા માગે છે. સંદેશે કહ્યું કે ‘દરેકનું સપનું છે કે ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પહોંચાડે. મારું પણ એ જ સપનું છે. અમે દરેક પ્લેયર આ સપનાને સાકાર કરવા માટે ખૂબ આતુર છીએ. જો એક પ્લેયર તરીકે હું આ ટાર્ગેટ પ્રાપ્ત ન કરી શકું તો એક કોચ તરીકે હું જરૂર આ ટાર્ગેટ પૂરો કરવાના પ્રયત્ન કરીશ. આ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે આપણે અત્યારથી જ મહેનત કરવી પડશે. ગયા વર્ષે રમાયેલો એશિયા કપ આ જ લક્ષ્યની દિશામાં એક મોટું પગલું હતું. એ એક સારો અનુભવ હતો. તમારે તમારું બેસ્ટ આપવાનું હોય છે અને જો એમ ન કરી શક્યા તો તમારે શીખવાની જરૂર છે. હું જ્યારે ચૌદ-પંદર વર્ષનો હતો ત્યારે નૅશનલ ટીમની ગેમ જોઈને એના ફૉર્મેશન અને રમત વિશે મારા મિત્રો સાથે ચર્ચા કરતો હતો. બાળક તરીકે બધા રિયલ મૅડ્રિડ, બાર્સેલોના જેવી વિદેશી ક્લબ માટે રમવા માગતા હોય છે, પણ હું હંમેશાં મારા દેશ માટે રમવા માગું છું.’

sports sports news football