વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સની ટિકિટ કન્ફર્મ કરી

21 April, 2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એની પહેલાં અમિત પંઘાલે ગયા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ૫૩ કિલો વર્ગમાં ક્વોટા મેળવ્યો હતો

વિનેશ ફોગાટ

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ગઈ કાલે કિર્ગીઝસ્તાનના બિશ્કેકમાં એશિયન ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર્સમાં વિમેન્સના ૫૦ કિલો વર્ગમાં એક પણ પૉઇન્ટ ગુમાવ્યા વિના ફાઇનલમાં પહોંચીને પૅરિસ ઑલિમ્પિક્સ માટે પોતાનો ક્વોટા સુરક્ષિત કર્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતનો આ બીજો ક્વોટા છે. એની પહેલાં અમિત પંઘાલે ગયા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ૫૩ કિલો વર્ગમાં ક્વોટા મેળવ્યો હતો. ૨૯ વર્ષની વિનેશ ફોગાટનો આ સતત ત્રીજો ઑલિમ્પિક્સ ક્વોટા છે. તેણે અગાઉ રિયો ઑલિમ્પિક્સ (૨૦૧૬) અને ટોક્યો ઑલિમ્પિક્સ (૨૦૨૦)માં પણ ભાગ લીધો હતો. ભારત અંશુ મલિક (૫૭ કિગ્રા), માનસી અહલાવત (૬૨ કિગ્રા) અને રિતિકા ફોગાટ (૭૬ કિગ્રા) દ્વારા વધુ ત્રણ ક્વોટા મેળવી શકે છે, કારણ કે તેઓ પણ તેમની શ્રેણીની સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે.

sports news sports Olympics