વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી બની

18 September, 2019 07:30 PM IST  |  Mumbai

વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી બની

વિનેશ ફોગાટ

Mumbai : ભારતીય રમત જગતમાં ફરી એક સારા સમાચાર આવ્યા છે. ભારતની મહિલા કુશ્તેબાજ વિનેશ ફોગાટે ટોક્યોમાં 2020માં રમાનાર ઓલિમ્પિક માટે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. આમ ટોક્યો ઓલિમ્પિક 2020માં ક્વોલિફાય થનારી વિનેશ ફોગાટ પહેલી ભારતીય ખેલાડી બની છે. તો બીજી તરફ વિનેશે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 53 કિ.ગ્રા કેટેગરીમાં 4-1 થી મારીયા પ્રેવોલારીકીને હરાવીને કાંસ્ય પદક પણ જીતી લીધું છે.


વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિનેશે શાનદાર શરૂઆત કરી હતી
વિનેશ ફોગાટે મંગળવારે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી અને ક્વોલિફિકેશનમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.વિનેશે પહેલા રાઉન્ડમાં સ્વીડનની સોફિયાને 13-0થી હરાવી હતી. તેમજ તેણે પ્રિ ક્વાર્ટરમાં જાપાનની માયુ સામે 0-7થી હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

પ્રિ-ક્વાર્ટર જીત્યા પછી માયુ ફાઇનલમાં પહોંચી ગઈ હતી
, જયારે વિનેશને રેપચેજ રાઉન્ડમાં જગ્યા મળી હતી. આ મેચ પહેલા વિનેશને બ્રોન્ઝ મેડલ જીતવા માટે ત્રણ, જયારે ટોક્યો ઓલિમ્પિકમાં કોટા મેળવવા માટે બે બાઉટ જીતવાની જરૂર હતી.

sports news tokyo