ભારતીય દિગ્ગજ ફૂટબૉલર ચુની ગોસ્વામીનું 82ની વયે નિધન

30 April, 2020 08:56 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતીય દિગ્ગજ ફૂટબૉલર ચુની ગોસ્વામીનું 82ની વયે નિધન

તસવીર સૌજન્ય બીસીસીઆઇ ટ્વીટ

ઋષિ કપૂરના નિધન થકી બોલીવુડને મોટો ઝટકો લાગ્યો ત્યારે ગુરુવારનો દિવસ રમત જગત માટે પણ દુઃખદ સમાચાર આપતો ગયો. ક્રિકેટમાં માહેર અને મહાન ફુટબૉલર ચુન્ની ગોસ્વામીનું હાર્ટ અટેકને કારણે કોલકતામાં નિધન થયું. તેઓ 82 વર્ષના હતા તેમણે હસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારમાં પત્ની અને દીકરો સુદિપ્તો છે.

ભારતીય ફૂટબૉલ ટીમના પૂર્વ કૅપ્ટન ફૂલબૉલર સુબીમલ ચુની ગોસ્વામીનું ગુરુવારે 82ની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેમની આગેવાની હેઠળ ભારતીય ટીમે 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે 1956થી 1964 દરમિયાન 50 મેચમાં રમેલા ગોસ્વામીને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો.

આ વાતની માહિતી તેમના પરિવારે જ એક ન્યૂઝ એજન્સી આપી હતી કે ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું.

ગોસ્વામી એવા ગણતરીના પ્લેયરમાંના એક હતા, જેમણે પોતાના રાજ્ય માટે ફુટબૉલ અને ક્રિકેટ બન્નેમાં લોકપ્રિયતા મેળવી હચી. ગોસ્વામી 1962માં એશિયન રમતોમાં સ્વર્ણ પદક જીતનારી ટીમના કૅપ્ટન હતા. બંગાળ માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ પણ રમ્યા હતા. તેમની બન્ને રમતો પર જબરજસ્ત પકડ હતી. પરિવારે કહ્યું કે "તેમને હાર્ટ અટેક આવ્યો અને લગભગ પાંચ વાગ્યે તેમનું નિધન થઈ ગયું."

તેમને ડાયાબિટીસ, પ્રોસ્ટ્રેટ અને એવી બીજી કેટલીક બીમારીઓ હતી. તેમને દરરોજ ઇન્સ્યુલિન લેવું પડતું હતું અને લૉકડાઉનને કારણે તેમના મેડિકલ સુપરવાઇઝર પણ નિયમિત રીતે આવી શકતા નહોતા તેથી તેમના પત્ની બસંતી તેમને દવાઓ આપતાં હતાં. અવિભાજીત બંગાળના કિશોરગંજ જિલ્લા (હાલ બાંગ્લાદેશ)માં જન્મેલા ગોસ્વામીનું સાચ્ચું નામ સુહીમલ હતું પણ તેમને તેમના નિકનેમથી ઓળખવામાં આવતા.

ગોસ્વામીએ વર્ષ 1954માં ક્લબ ફૂટબૉલ દ્વારા કરિઅરની શરૂઆત કરી. તેમની ત્યારે મોહન બગન માટે રમવાની તક મળી. 1964માં 27 વર્ષની વયે તેમણે ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને તેઓ ફર્સ્ટ કલાસ લેવલે ક્રિકેટ રમ્યા હતા. બંગાળ ટીમના પણ કૅપ્ટન પણ બન્યા હતા. 1971-72માં તેમની કપ્તાનીમાં ટીમ રણજી ફાઇનલમાં યજમાન મુંબઇ સામે હારી હતી.

football sports news sports