યુસૈન બોલ્ટ કોરોના પૉઝિટીવ, બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટેન્સ નહોતું...

25 August, 2020 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

યુસૈન બોલ્ટ કોરોના પૉઝિટીવ, બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટેન્સ નહોતું...

યુસૈન બોલ્ટ

વિશ્વના સૌથી ફાસ્ટ રનર(Worlds Fast Runner) અને રેકૉર્ડ 8 વાર ઑલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ યુસૈન બોલ્ટ (Usain Bolt)નો કોરોના રિપોર્ટ પૉઝિટીવ(Corona report Positive) આવ્યો છે. ગયા અઠવાડિયે જ તેણે પોતાનો 34મો જન્મદિવસ (Birthday celebrated)સેલિબ્રેટ કર્યો હતો, દરમિયાન તેણે સોશિયલ ડિસ્ટેન્સિંગ(Social Distance)ના નિયમોનું પાલન કર્યું નહોતું અને માસ્ક લગાડ્યા વગર જ પોતાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું.

જમૈકાના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે મોડી રાતે આ વાતની પુષ્ટિ કરી છે કે 100m અને 200mની દોડમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર આ રનર કોરોનાવાયરસની ચપેટમાં આવી ગયો છે.

આ પહેલા સોમવારે બપોરે આ રનરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે તે પોતાના કોરોના રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે.

તેણે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં પોતાને ક્વૉરંટીન કર્યો છે અને આરામથી રહું છું. આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે કૅપ્શનમાં લખ્યું, "સુરક્ષિત રહો મારા લોકો."

100m અને 200m દોડમાં સતત 3 ઑલંપિક(2008, 2012 અને 2016)માં ગોલ્ડ મેડલ જીતનારા આ એથલીટે કહ્યું કે તેનામાં કોવિડ-19ના લક્ષણ નથી. તેણે જણાવ્યું કે જન્મિદવસની પાર્ટી બાદ શનિવારે તેની કોવિડ-19 ટેસ્ટ થઈ હતી.

sports sports news