યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચનારી પહેલી ક્વૉલિફાયર રેડુકાનુનો સક્કારી સામે થશે મુકાબલો

10 September, 2021 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના અને હાઈ સ્કૂલના અભ્યાસને કારણે જૂન સુધી છેલ્લા દોઢ વર્ષની એક પણ મૅચ નહીં રમી શકવાને કારણે રાડુકાનુનું રૅન્કિંગ્સ ૩૫૦ની બહાર થઈ ગયું હતું

મારિયા સક્કારી, એમ્મા રેડુકાનુ

બ્રિટનની એમ્મા રેડુકાનુ યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચનારી પહેલી ક્વૉલિફાયર ખેલાડી બની છે, જે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ સેટ હારી નથી. હાલમાં ૧૫૦મા નંબરની ખેલાડી રાડુકાનુએ ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી બેલિન્ડા બેન્સિકને ૬-૩, ૬-૪થી હરાવી હતી. કોરોના અને હાઈ સ્કૂલના અભ્યાસને કારણે જૂન સુધી છેલ્લા દોઢ વર્ષની એક પણ મૅચ નહીં રમી શકવાને કારણે રાડુકાનુનું રૅન્કિંગ્સ ૩૫૦ની બહાર થઈ ગયું હતું. ઓપન યુગની ૧૯૬૮માં થયેલી શરૂઆત બાદ યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચનારી ટૉપના ૧૦૦થી બહારના રેન્કિંગ્સવાળી તે ત્રીજી મહિલા અને ચોથી ક્વૉલિફાયર છે.

યુએસ ઓપનમાં અત્યાર સુધી એમ્મા તમામ ૧૬ સેટ જીતી ચૂકી છે. હવે તેની ટક્કર ગ્રીસની મારિયા સક્કારી સામે થશે, બજે આ વર્ષની ફેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી હતી. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં બે વખત ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલમાં રનર્સઅપ રહેનાર કૅરોલિના પ્લિસકોવાને ૬-૪, ૬-૪થી હરાવી હતી.

sports sports news us open