10 September, 2021 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચ, ઍલેક્ઝેન્ડર ઝ્વેરેવ
કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમની વધુ નજીક પહોંચતાં નોવાક જૉકોવિચ યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યો છે. બુધવારે તેણે ઇટલીના મેટો બેરેટિનીને ૫-૭, ૬-૨, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો. જૉકોવિચ આ સીઝનમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે. પાંચમાંથી ચાર મૅચમાં જોકોવિચ એક સેટ હાર્યો છે, પરંતુ ત્રીજો અને ચોથો સેટ જીત્યો છે. સેમી ફાઇનલમાં તેની ટક્કર ઍલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે થશે, જેણે ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ આફ્રિકાના ખેલાડી લૉયડ હેરિસને હરાવ્યો હતો.