યુપીની રૂપલ અન્ડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સમાં ટ‍્વિન મેડલ જીતનારી પ્રથમ ભારતીય

06 August, 2022 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૪X૪૦૦ રિલે દોડમાં સિલ્વર મેડલ અને ૪૦૦ મીટર રનમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો

રૂપલ ચૌધરી

બર્મિંગહૅમની કૉમનવેલ્થની સાથે કૉલમ્બિયામાં વર્લ્ડ અન્ડર-20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની ૧૭ વર્ષની ખેડૂતપુત્રી રૂપલ ચૌધરીએ બે મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. તેણે ૪X૪૦૦ રિલે દોડમાં સિલ્વર મેડલ અને ૪૦૦ મીટર રનમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.

ટીનેજ ઍથ્લીટ રૂપલનો પરિવાર ગરીબ છે. તેના પિતા મેરઠ જિલ્લામાં શાહપુર ગામમાં નાના ખેડૂત છે. તેણે ૪૦૦ મીટર દોડ ૫૧.૮૫ સેકન્ડમાં પૂરી કરી હતી. બ્રિટનની યેમી મૅરી જૉન (૫૧.૫૦ સેકન્ડ) ગોલ્ડ મેડલ અને કેન્યાની દામારિસ મુટુન્ગા (૫૧.૭૧ સેકન્ડ) સિલ્વર જીતી હતી.

sports news sports