20 October, 2026 05:24 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
મોના અગ્રવાલ, અવનિ લેખરા પૅરા એશિયન ગેમ્સ ૨૦૨૬
પૅરા એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે ભારતનું મેડલનું ખાતું પૅરા શૂટિંગથી ખૂલ્યું હતું. મહિલાઓની ૧૦ મીટર ઍર રાઇફલ (SH1) ઇવેન્ટમાં રાજસ્થાનના જયપુરમાં જન્મેલી બે શૂટર્સ ૩૮ વર્ષની મોના અગ્રવાલે ગોલ્ડ મેડલ અને ૨૪ વર્ષની અવનિ લેખરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. SH1 કૅટેગરી પગના નીચલા ભાગની ક્ષતિ ધરાવતા અને કોઈ સપોર્ટ વગર હાથથી રાઇફલ પકડી શકે એવા શૂટર્સ માટે છે.
૨૦૨૪ની પેરિસ પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા મોનાએ ૨૫૦.૦ના સ્કોર સાથે બે વખતની પૅરાલિમ્પિક્સ ચૅમ્પિયન અવનિને માત્ર ૦.૪ પૉઇન્ટ પાછળ છોડી દીધી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે પ્રવેશેલી ૨૪ વર્ષની અવનિને ૨૪૯.૬ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. એશિયન ગેમ્સમાં મોનાનો આ પહેલો મેડલ છે. જ્યારે અવનિ છેલ્લી સીઝનમાં ગોલ્ડ મેડલ જીતી હતી.
અવનિના આ મેડલે ભારતને ૨૦૨૮ની લૉસ ઍન્જલસ પૅરાલિમ્પિક્સ માટે બીજો ક્વોટા અપાવ્યો. મોનાએ ગયા મહિને સાઉથ કોરિયામાં વર્લ્ડ શૂટિંગ પૅરા સ્પોર્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ક્વોટા મેળવ્યો હતો જ્યાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
મોના બાળપણમાં પોલિયોનો શિકાર બની હતી જેના કારણે તે બન્ને પગથી ચાલવામાં અસમર્થ બની હતી. અવનિનો કમરની નીચેનો ભાગ ૨૦૧૨માં એક કાર-ઍક્સિડન્ટને કારણે લકવાગ્રસ્ત બન્યો હતો.