ટૉપ સીડેડ હાલેપ અને યુએસ ઓપન ચૅમ્પિયન થીમ ચોથા રાઉન્ડમાં

03 October, 2020 01:42 PM IST  |  Mumbai | Agencies

ટૉપ સીડેડ હાલેપ અને યુએસ ઓપન ચૅમ્પિયન થીમ ચોથા રાઉન્ડમાં

ટૉપ સીડેડ હાલેપ અને યુએસ ઓપન ચૅમ્પિયન થીમ ચોથા રાઉન્ડમાં

વર્લ્ડ નંબર થ્રી અને યુઅેસ ઓપન ચૅમ્પિયન ઑસ્ટ્રિયાના ડોમિનિક થીમે ગઈ કાલે પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં વિજય મેળવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. થીમે ત્રીજા રાઉન્ડમાં નૉર્વેના કૅસ્પર રુડને બે કલાક અને ૧૫ મિનિટમાં સીધા સેટમાં ૬-૪, ૬-૩, ૬-૧થી હરાવ્યો હતો.
મહિલાઓમાં ટૉપ સીડેડ અને ટૉપ ફેવરિટ સિમોના હાલેપે પણ સીધા સેટમાં જીત સાથે ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. હાલેપે ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં તેને હરાવનાર અમેરિકાની ટીનેજર અમાન્ડા ઍનિસિમોવાને સીધા સેટમાં ૬-૦, ૬-૧થી હરાવીને બદલો વાળી લીધો હતો.

sports sports news