ઇન્ડિયન ઑલિમ્પિક સમિતિની નારાજગીને લઈને ટોક્યોના આયોજકોએ કરી સ્પષ્ટતા

21 June, 2021 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમ ૧૧ દેશોના તમામ પ્રવાસીઓ જેમાં ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે એના પર લગાવવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

જપાન સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે એની રાજધાની ટોક્યોમાં આ વર્ષે યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટે આવનાર ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ એક સપ્તાહ પહેલાં દરરોજ કોવિડ-ટેસ્ટ કરાવવી પડશે અને ટોક્યો પહોંચ્યા બાદ ત્રણ દિવસ સુધી બાકી દેશોના લોકો સાથે મળી નહીં શકે. આ પ્રકારના સખત નિયમ પર ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ)એ નારાજગી વ્યકત કરી હતી તેમ જ એક પત્ર પણ લખ્યો હતો. એની સ્પષ્ટતા કરતાં આયોજકોએ કહ્યું હતું કે સ્પોર્ટ્સ વિલેજમાં ભારતીય ખેલાડીઓના સુર​ક્ષિત પ્રવાસ અને કોઈ પણ પ્રકારની ખલેલ વગર પ્રૅક્ટિસ કરે એ માટે કાર્યરત છે.

આ નિયમ ૧૧ દેશોના તમામ પ્રવાસીઓ જેમાં ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે એના પર લગાવવામાં આવ્યો છે. જ્યાં કોરોનાના અલગ-અલગ વેરિઅન્ટ મળ્યાં છે, જેમાં ભારતનો પણ સમાવેશ છે. આઇઓએ દ્વારા આ નિયમની ટીકા કરવામાં આવી હતી તેમ જ આને ભેદભાવભર્યો ગણાવ્યો હતો અને આયોજન સમિતિને પત્ર લખ્યો હતો, જેમાં કોરોના રોકવાની વ્યવસ્થામાં ખેલાડીઓના પ્રદર્શન પર કોઈ ખરાબ અસર ન પડે. આઇઓએ લખેલા પત્રનો આવો જવાબ મળ્યો છે. ટોક્યોમાં આ વર્ષે ૨૩ જુલાઈથી આઠ ઑગસ્ટ વચ્ચે ઑલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થવાનું છે.

ટોક્યોની આયોજન સમિતિએ કહ્યું હતું કે અન્ય ૧૦ દેશોના ઍથ્લિટ તમામ ૧૯૫ દેશોની સાથે જ એનઓસી મેળવીને સ્પોર્ટ્સ વિલેજમાં સુર​ક્ષિત રીતે રહીને ટ્રેઇનિંગ લઈ શકશે. આ મામલે તમારી સાથે ચર્ચા પણ કરીશું.’

sports sports news cricket news