Tokyo Olympic: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, ચીની ખેલાડીને આપી મ્હાત

01 August, 2021 07:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ ચીનની ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પીવી સિંધુ

ભારતીય ખેલાડી સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન  કરી    બ્રોન્ઝ  મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટે આજે એટલે રવિવારે ભારતીય પીવી સિંધુનો મુકાબલો ચાઇનાની બિંગજિયાઓ સાથે હતો. જેમાં પીવી સિંધુએ ચાઇનાની બિંગજિયાને હરાવી છે. પહેલો સેટ સિંધુએ 21-13થી પોતાના નામે કર્યો, જ્યારે બીજો સેટ 21-15થી પોતાને નામે કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે જોરદાર મુકાબલો થયો હતો. 
 
ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી પહેલા મીરા બાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલમ્પિકનો આજે 10મો દિવસ છે. ભારતીય બોક્સરો પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તે આશા નિરાશામાં ફેરવાઇ ગઇ છે. 

પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. સિંધુએ ચીનની બિંગજિયાઓને સીધા સેટમાં 21-13, 21-15થી હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજે કર્યો.પીવી સિંધુએ ઓલમ્પિકના વ્યક્તિગત ઇવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. પુરુષોમાં કુસ્તીબાજ સુશીલ કુમાર (બ્રોન્ઝ-બીજિંગ 2008, સિલ્વર- લંડન 2012)એ આ પરાક્રમ કર્યું હતું. પીવી સિંધુએ વિશ્વની નંબર વન ખેલાડીએ હાર આપી હતી. ભારતને મેડલની આશા હતી એ ધૂળમાં રગદોળાઈ હતી. પીવી સિંધુથી દેશને ગોલ્ડ મેડલની મોટી આશાઓ હતી પણ આ આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. 

26 વર્ષીય પીવી  સિંધુનું ઓલિમ્પિકમાં આ બીજુ મેડલ છે.  આ પહેલા વર્ષ  2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યુ હતું. આ સાથે જ પીવી સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે.  તેમના પહેલા આ સિદ્ધિ રેસલર સુશીલ કુમાર હાંસિલ કરી ચુક્યા છે. સુશીલ કુમારે વર્ષ 2008માં બીઝિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય અને વર્ષ 2021માં લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે.  

ઓવરઓલ ઓલિમ્પિક બેડમિન્ટનમાં ઈન્ડિયાને ત્રણ મેડલ 

ભારતીય બોક્સર સતીશ કુમાર ટોક્યો ઓલંપિકની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયા છે. તેની સાથે કોઈ પણ ભારતીય પુરૂષ બોક્સર મેડલ જીતી શક્યા નથી. કુલ 5 બોક્સર ઉતર્યા હતા. સતીશ ક્વાર્ટર ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના બોક્સર બખોદિર જલોલોવે 5-0થી હરાવ્યા હતા.

 

Sports news tokyo tokyo olympics 2020 badminton news pv sindhu