છેલ્લાં ૨૮ વર્ષની સૌથી યંગેસ્ટ મહિલા ચૅમ્પિયન

11 October, 2020 03:03 PM IST  |  Mumbai | Agencies

છેલ્લાં ૨૮ વર્ષની સૌથી યંગેસ્ટ મહિલા ચૅમ્પિયન

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં વિમેન્સ સિંગલ્સની ચૅમ્પિયન બનીને પોલૅન્ડની ટીનેજર ૧૯ વર્ષની ઈગા સ્વિયાટેકે ઇતિહાસ રચી દીધો હતો. સ્વિયાટેકે ફાઇનલમાં ૨૧ વર્ષની અમેરિકાની વર્લ્ડ રૅન્કિંગ્સમાં ચોથો ક્રમાંક ધરાવતી સોફિયા કેનિનને સીધા સેટમાં ૬-૪, ૬-૧થી હરાવી હતી. ૧૯ વર્ષ અને ૧૩૨ દિવસની ઉંમરે ગઈ કાલે ફ્રેન્ચ ઓપન જીતવાની સાથે ઈગા સ્વિયાટેક છેલ્લાં ૨૮ વર્ષની સૌથી યંગેસ્ટ મહિલા ચૅમ્પિયન બની હતી. છેલ્લે ૧૯૯૨માં ૧૮ વર્ષ અને ૧૮૭ દિવસની ઉંમરે મોનિકા સેલેસ ફ્રેન્ચ ઓપન જીતી ‍હતી. 

સ્વિયાટેકનાં કારનામાં

ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ જીતનાર પોલૅન્ડની પ્રથમ ખેલાડી
ફ્રેન્ચ ઓપન જીતનાર સેકન્ડ અનસીડેડ ખેલાડી
૫૪માં રૅન્કિંગ સાથે ફ્રેન્ચ ઓપન જીતનાર ૧૯૭૫ બાદની સૌથી નીચલા ક્રમાંકની ખેલાડી
ટુર્નામેન્ટમાં અેક પણ સેટ હાર્યા વગર ફ્રેન્ચ ઓપન જીતનાર ચોથી મહિલા ટીનેજર ખેલાડી, ૨૦૦૭ બાદ પ્રથમ

sports sports news