યુરોપા લીગ જીતવા માટે ફેવરિટ ગણાતી બન્ને ટીમ હારી ગઈ

23 October, 2021 03:35 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

ટૉટનહૅમ નામની બીજી ફેવરિટ ટીમ પણ પરાજિત થઈ હતી. એને વિટેસીએ ૧-૦થી હરાવી હતી. જોકે વેસ્ટ હૅમ અને લાયન નામની બન્ને ટીમે સ્ટ્રેઇટ વિન હાંસલ કરી હતી.

ઑસ્ટ્રિયાના ગ્રેઝ શહેરમાં ગુરુવારે ઑસ્ટ્રિયાની સ્ટર્મ ગ્રેઝ ક્લબ ટીમના મિડફીલ્ડર સ્ટેફાન હાયરલૅન્ડર (આગળ) અને રિયલ સૉસીડેડના સ્પૅનિશ ડિફેન્ડર જોસેબા ઝાલ્દુઆ વચ્ચે એક તબક્કે બૉલ પર કબજો કરવા માટે જોરદાર ટક્કર જામી હતી. રિયલ સૉસીડેડે આ રોમાંચક મૅચ ૧-૦થી જીતી લીધી હતી. એ.એફ.પી.

યુરોપા કૉન્ફરન્સ લીગ નામની ફુટબૉલ સ્પર્ધા જીતવા માટે રોમા ટીમ ફેવરિટ ગણાય છે, પરંતુ નૉર્વેની બોડો-ગ્લિમ્ટ નામની ટીમ સામે એનો ૧-૬થી પરાજય થયો છે. જૉઝ મૉરિન્હો નામના ભૂતપૂર્વ ફુટબોલર રોમાના કોચ છે અને તેમણે પહેલી વાર પોતાની આ ટીમનો આટલો ખરાબ પરાભવ જોવો પડ્યો છે. એની સામેના ૬માંથી ૪ ગોલ સેકન્ડ-હાફમાં થયા હતા. રોમા ટીમ ઇટાલિયન ક્લબની છે અને પહેલી બે લીગ મૅચની જીત બાદ એની આ પહેલી હાર છે.
ટૉટનહૅમ નામની બીજી ફેવરિટ ટીમ પણ પરાજિત થઈ હતી. એને વિટેસીએ ૧-૦થી હરાવી હતી. જોકે વેસ્ટ હૅમ અને લાયન નામની બન્ને ટીમે સ્ટ્રેઇટ વિન હાંસલ કરી હતી.

sports news sports