મુંબઈનાં બે ઉપનગર જેટલી વસ્તી ધરાવતા કતારમાં આવતી કાલથી ફિફા વર્લ્ડ કપ

19 November, 2022 04:41 PM IST  |  Qatar | Gujarati Mid-day Correspondent

 કતારે વર્લ્ડ કપનાં સ્ટેડિયમોની કુલ ૩૦ લાખ ટિકિટ વેચી છે.

ફિફા ટ્રોફી

 કતાર દેશના શાસકોએ ફિફા વર્લ્ડ કપના આયોજન પાછળ કુલ ૨૨૯ બિલ્યન ડૉલર (અંદાજે ૧૮,૭૦,૩૭૬ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે.
 કતારે વર્લ્ડ કપનાં સ્ટેડિયમોની કુલ ૩૦ લાખ ટિકિટ વેચી છે. જે દેશોના સોકરપ્રેમીઓએ ટિકિટ ખરીદી છે એમાં કતાર, અમેરિકા, સાઉદી અરેબિયા, ઇંગ્લૅન્ડ, મેક્સિકો, યુએઈ, આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મનીનો સમાવેશ છે.
 કતારની વસ્તી માત્ર ૨૮ લાખ છે. મુંબઈનાં એક-બે મોટાં ઉપનગરને ભેગાં કરીએ એટલી આ વસ્તી છે. વર્લ્ડ કપના યજમાન દેશોમાં સૌથી ઓછી વસ્તી ધરાવનાર દેશોમાં કતાર મોખરે છે.
કતારમાં નવેમ્બરમાં સરેરાશ તાપમાન ફૅરનહાઇટમાં ૮૪ ડિગ્રી (અંદાજે ૨૯ ડિગ્રી સેલ્સિયસ) રહે છે. ડિસેમ્બરમાં વાતાવરણમાં ઠંડક વધશે.
 અગાઉના ૨૧ ફિફા વર્લ્ડ કપમાં કુલ મળીને ૮ દેશ ચૅમ્પિયન બન્યા છે ઃ બ્રાઝિલ, જર્મની, ઇટલી, આર્જેન્ટિના, ફ્રાન્સ, ઉરુગ્વે, સ્પેન અને ઇંગ્લૅન્ડ.
મેક્સિકો ૧૬ વર્લ્ડ કપ રમ્યું છે, પરંતુ ક્યારેય ચૅમ્પિયન નથી થઈ શક્યું.
 સૌથી વધુ પાંચ વર્લ્ડ કપ બ્રાઝિલ જીત્યું છે. તમામ ૨૧ વિશ્વકપમાં રમનાર એકમાત્ર દેશ પણ છે. બ્રાઝિલ સૌથી વધુ ૧૧ સેમી ફાઇનલમાં રમ્યું છે. જર્મની અને ઇટલી ચાર-ચાર વર્લ્ડ કપ જીત્યાં છે.

football sports news qatar