મેદાન પર દોડી આવેલો શ્વાન બન્યો ડૉગ ઑફ ધ મન્થ

15 September, 2021 02:15 PM IST  |  Mumbai | Agency

આઇસીસીએ ઇંગ્લૅન્ડના જો રૂટને અને આયરલૅન્ડની ઑલરાઉન્ડર ઇમિયર રિર્ચડસનને આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કર્યાં છે. 

મેદાન પર દોડી આવેલો શ્વાન બન્યો ડૉગ ઑફ ધ મન્થ

આઇસીસીએ સોમવારે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ્સની ઘોષણા કરી હતી. આ અવૉર્ડ કોઈ ખેલાડી નહીં, પરંતુ ડેઝલ ધ ડૉગ નામનો શ્વાન લઈ ગયો છે. આ એ જ શ્વાન હતો જે આયરલૅન્ડમાં મહિલાઓની એક ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દરમ્યાન મેદાનમાં દોડી આવીને ફીલ્ડર બન્યો હતો. આ મૅચ દરમ્યાન પોતાના વર્તનને લીધે આ ડૉગ ઘણો જાણીતો થયો છે એથી આઇસીસીએ આ વખતે ડેઝલ ધ ડૉગને આઇસીસી ડૉગ ઑફ ધ મન્થ સ્પેશ્યલ અવૉર્ડ આપવાની ઘોષણા કરી છે. આઇસીસીએ ઇંગ્લૅન્ડના જો રૂટને અને આયરલૅન્ડની ઑલરાઉન્ડર ઇમિયર રિર્ચડસનને આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કર્યાં છે. 

sports news sports cricket news