રોજર ફેડરરે 10મું બાસેલ ઓપન ટાઇટલ જીત્યો, દર્શકો સામે થયો ભાવુક

29 October, 2019 08:10 PM IST  |  Mumbai

રોજર ફેડરરે 10મું બાસેલ ઓપન ટાઇટલ જીત્યો, દર્શકો સામે થયો ભાવુક

રોજર ફેડરર

Mumbai : ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી એવા રોજર ફેડરરે રવિવારે બાસેલ ઓપનની ફાઈનલમાં જીત મેળવી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનાઉરને 6-2, 6-2 થી પરાજય આપ્યો હતો. ફેડરર વિક્રમજનક 10મી વખત આ ચેમ્પિયન બન્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં સતત 24મી અને કુલ 75મી જીત નોંધાવી હતી. અગાઉ 2013 માં ફાયનલમાં આર્જેન્ટીનાના જુઆન માર્ટીન ડેલ પોત્રો સામે હારી ગયા હતા.



દર્શકો સામે ભાવુક થયો ફેડરર
મેચ બાદ ટ્રોફી મેળવતી વખતે 9,000 દર્શકો સામે ફેડરર ભાવુક બની ગયા હતા. ફેડરર તેની કેરિયરની શરૂઆત અગાઉ આ રોક્ટ પર બોલ બોય હતો. તેણે 103મી એટીપી ટાઈટલ પોતાને નામ કરી હતી. તેઓ અમેરિકાની જીમી કોનર્સના સૌથી મોટા 109 એટીપી ટાઈટલથી હવે ફક્ત છ ખિતાબ જ દૂર છે.


હું અહી 10 ખિતાબ જીતી શકીશ એ મને વિશ્વાસ નથી થતો : ફેડરર
ગ્રાન્ડસ્લેમના 20 ટાઇટલ જીતનાર રોજર ફેડરરે મેચ જીત્યા બાદ કહ્યું હતું કે બે દાયકા અગાઉ સેન્ટ જેક બાસેલમાં એક બોલ બોય તરીકે હતો. ત્યારે ટેનિસમાં હું રસ ધરાવતો હતો. બોલ બોય હોવાથી ટેનિસ પ્રત્યે હું વધારે પ્રેરિત થયો હતો. મને વિશ્વાસ નથી આવતો કે હું 10 ખિતાબ જીતીશ. મે તો ક્યારેય વિચાર પણ કર્યો ન હતો કે હું ચેમ્પિયન બનીશ. આ મારા માટે અવિશ્વસનીય સપ્તાહ રહ્યું છે.


રોજર ફેડરરે ચાલુ વર્ષનો ચોથો ખિતાબ જીત્યો છે
રોજર ફેડરરે આ સિઝનનો ચોથો ખિતાબ મેળવ્યો છે. આ અગાઉ તેમણે દુબઈ, મિયામી અને હાલે ઓપનમાં જીત મેળવી હતી. જીત બાદ ફેડરરે એક પ્રતીક ચિન્હ સોંગાદમાં મળ્યું. આ સમયે તેનો પરિવાર પણ ઉપસ્થિત હતો. ફેડરરે કહ્યું હતું કે મને ખૂબ જ આનંદ માણુ છું. ક્યારેક-ક્યારેક નસિબ પણ સાથે આપે છે. મે આ સપ્તાહની શરૂઆત મજબૂતીથી કરી છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

દિગ્ગજ રોજર ફેડરર સામે રમવુ એક સ્વપ્નની માફક હતું: એલેક્સ
ફેડરરે એલેક્સ અંગે કહ્યું હતું કે તેમનું આ વર્ષ વધારે સારું રહ્યું છે. ટૂર્નામેન્ટ જીતવી કોઈ સરળ નથી, પરંતુ ત્રણ વર્ષ બાદ આ વર્ષે આ શક્ય બન્યું. એલેક્સે કહ્યું હતું કે હું ઈચ્છતો હતો કે રોજર બિમાર થઈ જાય, પરંતુ એવું ન થયું. તે ફરી વખત ખૂબ જ સારા થઈ ગયા. આ એક આશ્ચર્યજનક હતું. બાસેલમાં તેમની સામે રમવું એક સ્વપ્ન હતું.

sports news tennis news roger federer