TENNIS: નડાલે જીત સાથે કરી શરુઆત

24 July, 2019 03:10 PM IST  | 

TENNIS: નડાલે જીત સાથે કરી શરુઆત

ઈજા બાદ જીત સાથે વાપસી

ટેનિસ સ્ટાર રફેલ નડાલે શાનદાર પ્રદર્શન કરતા અકાપુલ્કો ટેનિસ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં જીત સાથે શરુઆત કરી છે. નડાલે આ ટુર્નામેન્ટના ક્વાલિફાયર રાઉન્ડમાં મિશા જ્વરેજને આસાનીથી હરાવ્યો હતો. નડાલે જ્વરેજને 6-3,6-3થી હરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નોવાક જોકોવિચ સામે હાર બાદ નડાલ પહેલીવાર ટુર્નામેન્ટમાં પરત ફરી રહ્યો છે.

નડાલે જીત પછી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. નડાલે આ વિશે કહ્યું હતું કે, હમેંશા ખુશ રહેવું જોઈએ. હુ ખુશ રહેવા માટે ઘણા સમય સુધી અલગ અલગ એક્ટિવિટી કરતો રહું છું અને આ જ કારણ છે ટેનિસમાં મને આટલી સફળતા મળી છે.' નડાલ હમેશા વિવિધ ગેમ રમતો જોવા મળે છે. નડાલને ઘણીવાર ટેનિસ સિવાય પણ અન્ય રમતો રમતા જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: IND VS AUS:જાણો બીજી T-20 મેચમાં કેવો રહેશે પિચનો મિજાજ

 

નિવૃતીને લઇને નડાલે કરી સ્પષ્ટતા...

નડાલે તેની ટેનિસમાં સફળતા વિશે અને સન્યાસ વિશે વાત કરતા કહ્યું હતું કે, ' મારા ખુશ રહેવાની વિચારસરણીને તેની એકેડેમીના યુવા પ્લેયર્સ સાથે પણ શૅર કરુ છું. સન્યાસ પછી મારો મહત્તમ સમય મારી એકેડેમીને આપીશ જેથી યુવાઓને વધુ પ્રોત્સાહિત કરી શકું. નડાલ કાંડાની ઈજા બાદ ઘણા સમયથી ટેનિસથી દૂર હતો અને અકાપુલ્કો ટેનિસ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પરત ફર્યો છે.

tennis news