સંઘર્ષ બાદ જોકોવિચ ચૅમ્પિયન

14 June, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રીસના સિત્સિપાસે વિશ્વના નંબર વન ખેલાડીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આપી જોરદાર ફાઇટ

વિજય બાદ નોવાક જોકોવિચ. : એ.એફ.પી.

ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં સબિર્યાના જોકોવિચે પાંચ સેટ સુધી ચાલેલી મૅચમાં ગ્રીસના ખેલાડી સિત્સિપાસને ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. પહેલા બે સેટમાં જોકોવિચ હારી ગયો હતો. તેણે ત્રીજા સેટથી વાપસી કરી હતી. ત્રીજો સેટ તે ૫૩ મિનિટમાં જીત્યો હતો. દરમ્યાન સિત્સિપાસ થોડોક સમય મેડિકલ સારવાર માટે ગયો હતો અને પાછો આવ્યો હતો. ચોથો સેટ પણ જૉકોવિચ ૬-૨થી જીત્યો હતો. ૨૦૦૪ બાદ પહેલી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલનું પરિણામ છેલ્લા સેટમાં આવ્યું હતું. પોતાની પહેલી જ ફાઇનલ રમી રહેલા સિત્સિપાસે વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચને પહેલા બે સેટમાં હરાવ્યો હતો. જોકોવિચ પાંચમો સેટ ૬-૪થી જીત્યો હતો. 

સબિર્યાના ખેલાડી જોકોવિચનું આ 19મું ગ્રૅન્ડ સ્લેમ છે. સૌથી વધુ ૨૦-૨૦ ગ્રૅન્ડ સ્લેમ જીતવાનો રેકૉર્ડ ફેડરર અને નડાલના સંયુક્ત નામ પર છે. 

2016 જોકોવિચ છેલ્લે આ વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યો હતો. 

2 વખત વર્ષની તમામ ચારેય ગ્રૅન્ડ સ્લેમ જીતનારો જોકોવિચ વર્તમાન સમયનો પહેલો ખેલાડી બન્યો. 

novak djokovic french open tennis news sports news sports