જૉકોવિચનો ટાર્ગેટ હવે ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક મેડલ

15 June, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે જૉકોવિચનો ટાર્ગેટ છે ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક મેડલ જીતવાનો. એક જ વર્ષમાં ચારેચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતે એને ગોલ્ડ ગ્રૅન્ડ સ્લૅમ કહેવામાં આવે છે.

ચૅમ્પિયન્સ ઇન પૅરિસ: બૅકગ્રાઉન્ડમાં આઇફલ ટાવર સાથે ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયનનો ફોટો પડાવવાની પરંપરા ગઈ કાલે મેન્સ ચૅમ્પિયન નોવાક જૉકોચિવ

રવિવારે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સર્બિયાના જૉકોવિચે પાંચ સેટના સંઘર્ષ અને બે સેટમાં પાછળ પડ્યા બાદ કમાલના કમબૅક સાથે ગ્રીસના ત્સીત્સીપાસને ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવીને બીજી વાર ફ્રેન્ચ ઓપન અને ૧૯મું ગ્રૅન્ડ સ્લૅમ જીતી લીધું હતું. સૌથી વધુ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના મામલે હવે તે એક જ ડગલું દૂર છે. ૨૦-૨૦ ગ્રૅન્ડ સ્લૅમ સાથે રૉજર ફેડરર અને રાફેલ નડાલ સંયુક્ત રીતે ટૉપ પર છે. આ ઉપરાંત જૉકોવિચ ચારેચાર ગ્રૅન્ડ સ્લૅમ કમસે કમ બે-બે વાર જીતનાર છેલ્લાં બાવન વર્ષનો પ્રથમ ખેલાડી બન્યો હતો. 

વિમેન્સ (સિંગલ્સ અને ડબલ્સ બન્ને ટ્રોફી સાથે) સાથે બારબરા ક્રેજસિકોવાએ નિભાવી હતી. 

જોકે જૉકોવિચનો ટાર્ગેટ છે ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક મેડલ જીતવાનો. એક જ વર્ષમાં ચારેચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતે એને ગોલ્ડ ગ્રૅન્ડ સ્લૅમ કહેવામાં આવે છે. આવી કમાલ અત્યાર સુધી બે જ ખેલાડી, ૧૯૩૭માં ડૉન બજ અને ૧૯૬૨ તથા ૧૯૬૯માં રોડ લે કરી ચૂક્યા છે. 
ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક્સ મેડલ એક જ વર્ષમાં જીતવાની કમાલ અત્યાર સુધી કોઈ પુરુષ ખેલાડી નથી કરી શક્યો જે હવે જૉકોવિચ આગામી ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતીને કરવા માગે છે. જોકે મહિલાઓમાં સ્ટેફી ગ્રાફ આ કમાલ કરી ચૂકી છે. 

ફાઇનલ પહેલાં દાદીના અવસાનના સમાચાર મળ્યા હતા ત્સીત્સીપાસને
રવિવારે ફાઇનલમાં કમાલની લડત છતાં હારી જનાર તસીત્સીપાસને જોકે ફાઇનલ શરૂ થઈ એની પાંચેક મિનિટ પહેલાં જ દાદીના અવસાનના સમાચાર મળ્યા હતા. ત્સીત્સીપાસ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામમાં તેની આ પહેલી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ દાદીમાને અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

પહેલો સેટ હાર્યા બાદ કમબૅક કરીને મૅચ જીતવાની કમાલ જૉકોવિચે તેની કરીઅરમાં રવિવારે 6મી વાર કરી હતી. 

sports news sports tennis news novak djokovic